28 દિવસની ભારતીય બાળકીએ જીત્યા 24 લાખના ઘરેણાં!
અબૂધાબી, 12 જાન્યુઆરી: સંયુક્ત અરબ અમીરાતમાં એક 28 દિવસની ભારતીય બાળકીએ 20માં દુબઇ શોપિંગ ફેસ્ટીવલમાં 24 લાખના ઘરેણા અને હીરા, ઝવેરાત જીતી લીધા છે. આ બાળકીનું નામ નિતેરા જર્નાદન છે.
એક સમાચાર પત્રમાં છપાયેલ સમાચાર અનુસાર બાળકીના પિતા અનિલ જર્નાદને આ અવસર પર જણાવ્યું કે અમે બાળકીના જન્મ બાદ કેટલુંક સોનું ખરીદ્યું હતું, અને તેના નામથી કેટલીક કૂપન ભરી દીધી હતી.

સમાચાર અનુસાર જર્નાદને જણાવ્યું કે મારી પર ફોન આવ્યો અને મને લાગ્યું કે મારી સાથે કોઇ મજાક કરી રહ્યું છે, માટે મે ફોન મારા મિત્રને આપી દીધો. બાદમાં માલૂમ પડ્યું કે આ હકીકત છે. ત્યારબાદ તેમની ખુશીનો કોઇ પાર ના રહ્યો. જર્નાદન બાળકીને પોતાને માટે ખૂબ જ ભાગ્યશાળી ગણે છે.












Click it and Unblock the Notifications
