For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લંડન: શીખ ડ્રાઇવરે કહ્યું, 'પાઘડી પહેરવી એ મારો અધિકારી છે'

|
Google Oneindia Gujarati News

gil sudarshan singh
લંડન, 22 મે : ફિનલેન્ડમાં એક શીખ બસ ડ્રાઇવરને પોતાની પાઘડી માટે કોર્ટમાં યુદ્ધ લડવું પડી રહ્યું છે. ગિલ સુખદર્શન સિંહ ફિનલેન્ડની રાજધાની પાસે વાંટામાં વેઓલિયા બસ કંપનીમાં ડ્રાઇવર છે. તે ઇચ્છે છે કે ઓથોરિટીઝ તેમને કામ દરમિયાન પાઘડી પહેરવાની પરવાનગી આપે.

તેમનું કહેવું છે કે 'પાઘડી પહેરવી એ મારો અધિકારી છે, અને હું એક શીખ પણ છું. હું વિચારું છું કે આનાથી બીજા કોઇ ધર્મ માટે તકલીફવાળી વાત ના હોવી જોઇએ. અમે કોઇને તકલીફ નથી આપી રહ્યા માત્ર અમારા ધર્મમાં આસ્થા રાખી રહ્યા છીએ.'

ઉલ્લેખનીય છે કે ગિલ 1980માં ફિનલેન્ડ આવનાર પહેલા શીખ છે. 2012ના ડિસેમ્બરમાં જ્યારે તેઓ પંજાબ આવ્યા તો ત્યારબાદથી તેમણે કામ દરમિયાન પાઘડી પહેરવાનો નિર્ણય કરી લીધો. તેમનું કહેવું છે કે બે મહીના સુધી કોઇએ કોઇ વાંધો નથી ઉઠાવ્યો પરંતુ બાદમાં બસ કંપનીના અધિકારીઓએ કહ્યું કે હું કંપનીના યુનિફોર્મ રુલ્સ અનુસાર ચાલુ અને પાઘડી હટાવી દઉ.

સિંહના પુત્ર સુખનવદીપ સિંહ ગિલ પણ પાઘડી પહેરે છે અને ઇચ્છે છે કે તેઓ મિલિટ્રી સર્વિસમાં પાઘડી પહેરીને જ પોતાની સેવા આપે. ઉલ્લેખનીય છે કે ફિનલેન્ડના પાડોશી દેશો નોર્વે અને સ્વીડનમાં મિલિટ્રીમાં કામ કરી રહેલ શીખોને પાઘડી પહેરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

English summary
A Sikh bus driver in Finland is fighting for his right to wear a turban while at work.
 
 sikh, finland, turban, london, driver, ફિનલેન્ડ, શીખ, બસ ડ્રાઇવર, પાઘડી, ગિલ સુખદર્શન સિંહ
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X