For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુનન્દો સેનના ન્યૂયોર્કમાં થયા અંતિમ સંસ્કાર

By Super
|
Google Oneindia Gujarati News

sunando
ન્યૂયોર્ક, 1 જાન્યુઆરીઃ સબવેમાં એક મહિલા દ્વારા ટ્રેનની આગળ ધક્કો મારવાના કારણે જીવ ગુમાવનાર 46 વર્ષીય ભારતીય સુનન્દો સેનના તેમના અંતિમ મિત્રો અને કારોબારી સહયોગીઓની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ભારતીય વાણીજ્ય દૂતાવાસના એક અધિકારીએ જણાવ્યું કે સેનના અંતિમ સંસ્કાર કાલે ન્યૂયોર્કમાં કરવામાં આવ્યા. એ દરમિયાન મિત્ર, કારોબારી સહયોગી અને વાણીજ્ય દૂતાવાસના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યાં હતા.

કોલંબિયા વિશ્વવિદ્યાલય નજીક પોતાનો પ્રિન્ટિગ બિઝનેસ ચલાવનારા સેનને 27 ડિસેમ્બરે ક્વીન્સ સબવે સ્ટેશન પર 31 વર્ષીય એક મહિલા એરિકા મેનેન્ડેઝે સામેથી આવી રહેલી ટ્રેન આગળ ધક્કો મારી દીધો હતો.

સેન અપરણીત હતા અને ભારતમાં તેમનો કોઇ પરિવાર નહોતો. તે છેલ્લા 16 વર્ષથી એક નાના એપાર્ટમેન્ટમાં પોતાના કેટલાક સાથીઓ સાથે રહેતા હતા. અધિકારીઓએ સેનના મોતને અત્યંત દુઃખદ જણાવતા કહ્યું કે તેમના મિત્રો આઘાતમાં છે. અંતિમ સંસ્કારની વ્યવસ્થા માટે સેનના મિત્રોએ ભારતીય વાણીજ્ય દૂતાવાસનો સંપર્ક કર્યો હતો.

એરિકા મેનેન્ડેઝ પર ઘૃણાના કારણે હત્યા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે સુનાવણી દરમિયાન તેણે કહ્યું હતું કે સેનને મુસ્લિમ સમજીને તેણે તેને ધક્કો માર્યો હતો. ત્યાર બાદ ન્યાયધીશે એરિકાની મનોવૈજ્ઞાનિક તપાસ કરવાનો આદેશ આપ્યો.

એરિકા મેનેન્ડેઝે સુનાવણી બાદ સહાયક જિલ્લા અટોર્ની મિશેલ કાશૂબાએ કહ્યું કે, તેણે એક મુસ્લિમને ધક્કો આપ્યો હતો. તેણે કહ્યું હતું કે કારણ કંઇજ નહોતું. તેણે એટલાં માટે ધક્કો માર્યો કારણ કે તેને લાગ્યું કે એ યોગ્ય રહેશે. તે મુસ્લિમ હતો તેથી મે તેને ધક્કો મારી દીધો. દોષી જાહેર થતા એરિકાને વધુમાં વધુમાં 25 વર્ષની સજા થઇ શકે છે.

English summary
A 46 year old Indian immigrant, who was killed after being pushed by a woman onto the subway train tracks, was cremated here in the presence of his friends and business partners.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X