ખાલિસ્તાની આંતકી નિજ્જરની હત્યા કરનારાની કેનેડામાં ધરપકડ, જાણો શું છે ભારત સાથે કનેક્શન?
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે મોટો વિવાદ સર્જાયો હતો. હવે કેનેડા પોલીસે હત્યા કરનારાની ધરપકડ કરી છે.
અહેવાલો અનુસાર, કેનેડામાં ગયા વર્ષે માર્યા ગયેલા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરનો હત્યારો ઝડપાઈ ગયો છે. કેનેડિયન પોલીસે હત્યાના આરોપમાં કેટલાક લોકોની ધરપકડ કરી છે.

સમાચાર અનુસાર, જૂન 2023માં બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં શીખ અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા સંબંધિત કેસમાં કેનેડિયન પોલીસે આજે 3 મેના રોજ ધરપકડ કરી છે. આ બાબતની સંવેદનશીલતાને કારણે નામ જાહેર ન કરવાની વિનંતી કરતા સુત્રોએ જણાવ્યુ કે, રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ મીડિયાને પછીથી જણાવશે.
જણાવી દઈએ કે, વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સપ્ટેમ્બર 2023 માં જાહેરાત કરી હતી કે કેનેડિયન અધિકારીઓ નિજ્જરની હત્યાની ઉચ્ચ સ્તરીય તપાસ કરી રહ્યા છે, જેને તેઓ કથિત રીતે ભારતીય એજન્ટો સાથે જોડ્યો હતો.
બીજી તરફ ભારતે પીએમ ટ્રુડોના દાવાને વાહિયાત ગણાવીને ફગાવી દીધા છે. કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને અગાઉ જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસે કથિત હત્યારાઓના જૂથના સભ્યોની ધરપકડ કરી છે.
સુત્રોને ટાંકીને કહેવામાં આવ્યું કે તપાસ અધિકારીઓએ થોડા મહિના પહેલા કેનેડામાં શંકાસ્પદ લોકોની ઓળખ કરી હતી અને તેમને નજીકના લોકોને દેખરેખ હેઠળ રાખ્યા હતા. હવે તપાસ આગળ વધ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે.
જણાવી દઈએ ખે, ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની 18 જૂન, 2023 ના રોજ મોટી શીખ વસ્તી ધરાવતા વાનકુવર ઉપનગર સરેમાં શીખ ગુરુદ્વારા બહાર હત્યા કરાઈ હતી. અહીં નિજ્જરને અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
નિજ્જર ભારત દ્વારા જાહેર કરાયેલો ખાલિસ્તાની આતંકવાદી હતો. તે ભારતમાં અનેક આતંકવાદી ઘટનાઓમાં સામેલ હતો. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ આ હત્યા પાછળ ભારતીય ગુપ્તચર અધિકારીઓનો હાથ હોવાનો આરોપ લગાવ્યો. આ સાથે કેનેડા ભારત પર તેની તપાસમાં સહયોગ આપવા દબાણ કરી રહ્યું હતું.
બીજી તરફ ભારતે આ આરોપને વાહિયાત ગણાવીને ફગાવી દીધા. આ પછી અમેરિકાએ દાવો કર્યો કે તેણે તેની ધરતી પર શીખ અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. અમેરિકાએ પણ આ માટે ભારતીય અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા. ભારત આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરી રહ્યું છે. જો કે હત્યારાઓની ધરપકડ અંગે કેનેડા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.












Click it and Unblock the Notifications
