અમેરિકામાં વંશીય હુમલો, શીખ યુવક પર ચડાવી ટ્રક
ન્યૂયોર્ક, 4 ઓગસ્ટ: અમેરિકામાં એક શીખ યુવકની સાથે વંશીય હિંસાનો મામલો સામે આવ્યો છે. આ મામલામાં ગંભીર રીતે ઘાયલ સંદીપ સિંહ હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો છે.
ઘટનાસ્થળ પર હાજર પીડિતના મિત્ર બળદેવ સિંહે એબીસી ન્યૂઝને જણાવ્યું કે ગયા મંગળવારે બંને એક રેસ્ટોરંટની બહાર ઊભા હતા. ત્યારે એક ટ્રક ત્યાથી નીકળી અને ડ્રાઇવરે તેની પર વંશીય ટિપ્પણી કરી. થોડા વાદ વિવાદ બાદ ટ્રક ચાલક ટ્રકને સંદીપ પર ચડાવીને તેને 30 ફૂટ સુધી ઘસડી લઇ ગયો. આ દુર્ઘટનામાં સંદીપ ગંભીર રીતે ઘાયલ થઇ ગયો અને તે હોસ્પિટલમાં ભર્તી છે.
માનવાધિકાર શીખ કોલીજને મામલાની તપાસની માંગ કરી છે. બળદેવે ઘટનાની સંપૂર્ણ જાણકારી આપતા જણાવ્યું કે ચાલકની ટિપ્પણીથી ગુસ્સે થઇને સંદીપે ટ્રક પર જોરથી હાથ માર્યો, ત્યારબાદ ચાલકે ટ્રક રોકીને નીચે ઉતરી આવ્યો.

બળદેવના જણાવ્યા પ્રમાણે 'ત્યારબાદ ચાલકે ટ્રક તેની પર ચડાવી દીધું અને લગભગ 30 ફૂટ સુધી તેને ઘસેડતો લઇ ગયો. સીસીટીવી કેમેરાની ફુટેજમાં પણ સંપૂરણ વાદ-વિવાદ જોઇ શકાય છે અને બળદેવ દ્વારા બતાવવામાં આવેલી વાત પણ બિલકૂલ મળતી આવે છે.'












Click it and Unblock the Notifications
