યુએઇ સ્થિત ભારતીય વ્યાપારીએ કરી 46 નર્સોને નોકરીની ઓફર
દુબઇ, 6 જુલાઇઃ યુએઇ સ્થિત ટોચના ભારતીય બિઝનેસમેને ઇરાકમાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરાયેલા વિસ્તારમાંથી આવેલી 46 ભારતીય નર્સોને નોકરીની ઓફર કરી છે. એનએમસી હેલ્થકેર ગ્રુપના સીઇઓ ડો. બીઆર શેટ્ટીએ નર્સને જણાવ્યું છેકે તેઓ તેમના માટે યુએઇમાં જગ્યા શોધશે.

નોંધનીય છેકે આઇએસઆઇએસ દ્વારા ઇરાક અને સરિયા નજીક ઇરાકી અને સીરિયન બોર્ડર નજીકના મોટાભાગ પર કબજો જમાવી દીધો છે અને તે આખા વિસ્તારમાં કબજો જમાવવા માગે છે. છેલ્લા એક મહિનાથી આ આતંકવાદીઓ દ્વારા આ દહેશત ફેલાવવામાં આવી છે, આ દહેશતમાં ભારતની 46 નર્સો પણ ફસાઇ ગઇ હતી.












Click it and Unblock the Notifications
