450 લાખ લોકોને ડિજિટલી પ્રભાવિત કર્યા બાદ હવે અમાહા 3 શહેરોમાં ખોલશે માનસિક આરોગ્ય કેન્દ્ર
3 મે, 2023, ભારત : અમાહા (અગાઉ ઇનર અવર તરીકે જાણીતી)ની સ્થાપના 2016માં વિખ્યાત મનોરોગ-ચિકિત્સક અને હેલ્થ કેર ઉદ્યોગસાહસિક ડૉ. અમીત મલિક દ્વારા જે લોકો માનસિક આરોગ્યની મુશ્કેલી અનુભવી રહ્યા છે, તેવા દરેકને ગુણવત્તાયુક્ત માનસિક આરોગ્ય સંભાળ પૂરી પાડવાના હેતુથી સ્થાપના કરવામાં આવી હતી.

અમાહાની 110 માનસિક આરોગ્ય વ્યાવસાયિકોની આંતરિક નિષ્ણાત ટીમે 300થી વધુ ભારતીય શહેરોમાં છેલ્લા એક વર્ષમાં 35 હજાર જેટલા સત્રોનું આયોજન કર્યુ હતુ. અમાહાએ વિખ્યાત ચાઇલ્ડ એન્ડ એડોલ્સન્ટ મેન્ટલ હેલ્થ ઓર્ગેનાઇઝેશન "ચિલ્ડ્રનફર્સ્ટ" ને 2020માં હસ્તગત કરી હતી. જેથી જે તે વ્યક્તિને અને પરિવારોને તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન સેવા પૂરી પાડી શકાય.

વર્ષ 2019માં સામાજિક ઉદ્યોગ સાહસિક અને વૈશ્વિક માનસિક આરોગ્ય એમ્બેસેડર નેહા કિરપાલ તેમની સાથે સહ-સ્થાપક તરીકે જોડાયા હતા. જ્યાં 2000 લાખથી વધુ માનસિકમાં રોગોથી પીડાઇ રહ્યા છે. તેવા આ દેશમાં, કોવિડ રોગચાળાના કારણે દરેક ઘર અને કાર્યસ્થળમાં માનસિક સ્વાસ્થ્યના મુશ્કેલીનો વધારે થયું હતું. જેના કારણે વ્યસનો, સાયકોસિસ, સ્વ-નુકસાન, ટ્રોમા અને અન્ય માનસિક પડકારોનું સર્જન થયુ હતુ.
છેલ્લા સાત વર્ષોમાં, અમાહા ભારતના એવા સૌથી મોટા અને સૌથી વધુ પ્રતિષ્ઠિત માનસિક આરોગ્ય સંસ્થાઓમાંની એક તરીકે ઉભરી આવી હતી. જે તણાવમાં રહેલા લોકો ઝડપથી અને સરળતાથી લાભ ઉઠાવી શકે, તેવા લોકો માટે ક્લિનીકલ કુશળતા, વૈશ્વિક શ્રેષ્ઠ આચરણો અને ટેકનોલોજી આધારિત ટેકો પૂરો પાડ્યો હતો.

ફક્ત છેલ્લા વર્ષમાં જ અમાહાની 110 મનોચિકિત્સક અને મનોવૈજ્ઞાનિકોની ટીમે 35000થી વધુ થેરાપી અને ફિઝીયાટ્રી સત્રો ઓનલાઇન 15થી વધુ ભારતીય શહેરો 300થી વધુ વ્યક્તિઓને આપ્યા હતા અને સૌપ્રથમ ત્રણ પ્રત્યક્ષ (વ્યક્તિઓ હાજર હોય) તેવા કેન્દ્રો દિલ્હી, એનસીઆર, બેંગ્લોર, અને મુંબઇમાં સ્થાપ્યા હતા.
અમાહા ડિજીટલ એપએ વૈશ્વિકસ્તરે 4.5 મિલીયન જિંદગીઓને સ્પર્શ કર્યો છે, જેમાં સ્વ-સંભાળ ટૂલ્સ અને કાર્યકમો, શૈક્ષણિક માહિતી અને વહેલાસર હસ્તક્ષેપ માટે આકારણીનો સમાવેશ થાય છે. સંસ્થા 20,000થી વધુ સભ્યોના સમુદાયને ઓનલાઇન ટેકો પણ પૂરો પાડે છે.
2022માં વ્યક્તિઓ અને પરિવારોની તેમના જીવનકાળ દરમિયાન સેવા કરવાની તેમની પ્રતિબદ્ધતાને આગળ વધારવા માટે, અમાહાએ દિલ્હી એનસીઆર - આધારિત પ્રસિદ્ધ ચાઇલ્ડ એન્ડ એડોલ્સન્ટમેન્ટલ હેલ્થ સંસ્થા ચિલ્ડ્રન ફર્સ્ટને હસ્તગત કરી હતી, જેણે એક દાયકા પહેલા તેની શરૂઆતથી અત્યારસુધીમાં 12,000થી વધુ પરિવારોને ટેકો આપ્યો છે.
અમાહાનો ઉદ્દેશ્ય વ્યક્તિઓ, પરિવારો અને કાર્યસ્થળો માટે તેના ઉપચાર સત્રો, માનસિક સારવાર, સ્વ-સંભાળના સાધનો અને સામુદાયિક સમર્થનના સંયોજન દ્વારા સમગ્ર જીવનકાળ દરમિયાન સંકલિત સારવાર અને સંભાળ પૂરી પાડવા માટે એક સામૂહિક સંસ્થા બનાવવાનું છે.
કાર્યસ્થળો અને કોલેજો માટે અમાહાનો ભાવનાત્મક સુખાકારી કાર્યક્રમ હાલમાં દેશભરમાં 7 લાખથી વધુ વ્યક્તિઓને આવરી લે છે, અને ચિલ્ડ્રન ફર્સ્ટ સાથે મળીને તેઓ શાળા અને કોલેજો માટે વધુ ક્લિનિકલ સપોર્ટ અને તાલીમ પણ ઓફર કરશે.
સ્થાપક અને સીઈઓ ડૉ. અમિત મલિકે જણાવ્યું હતું કે, ભારત જેવા વિશાળ અને સેવાથી વંચિત આ દેશમાં, હું માનું છું કે, ઉચ્ચ ગુણવત્તાની માનસિક આરોગ્ય સેવાઓની વહેલી પહોંચ સુનિશ્ચિત કરવી અસરકારક અને સ્થાયી પુનઃપ્રાપ્તિ માટે મહત્વપૂર્ણ છે. જેથી લોકો સાચા અર્થમાં વધુ વધુ સારું અનુભવી શકે અને વધુ સારા રહી શકે.
અમાહાખાતે, અમારો હેતુ સમગ્ર ભારતમાં અમારા તમામ કેન્દ્રોમાં તેમજ સવારથી મધ્ય રાત્રિ સુધી ઑનલાઇન વર્ષમાં 365 દિવસ વિશ્વસનીય માનસિક આરોગ્ય સંભાળ પ્રદાન કરવાનું છે. ભારત વિશ્વના માનસિક સ્વાસ્થ્યબોજનો ત્રીજો ભાગ વહન કરે છે. તેને ધ્યાનમાં રાખતા અમાહા ઉચ્ચ ગુણવત્તાની ઓફરિંગ બનાવવાના મિશન પર છે.
અમાહા વિશે
અમાહા, જે અગાઉ ઇનર અવર તરીકે જાણીતી હતી, તે એક માનસિક આરોગ્ય સંસ્થા છે, જેની સ્થાપના વર્ષ 2016માં જાણીતા મનોચિકિત્સક અને આરોગ્ય સંભાળ ઉદ્યોગ સાહસિક ડૉ. અમિત મલિક દ્વારા કરવામાં આવી હતી અને 2019માં સહ-સ્થાપક તરીકે સુશ્રી નેહા કિરપાલ સાથે જોડાયા હતા.
110 મનોચિકિત્સકો અને મનોવૈજ્ઞાનિકોની આંતરિક નિષ્ણાત ટીમ, તેઓએ મોબાઇલ એપ્લિકેશન સહિત તેના ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ઓનલાઈન અને વ્યક્તિ ગત બંને માનસિક સ્વાસ્થ્ય સ્થિતિઓની શ્રેણી માટે સારવાર અને સંભાળની યોજનાઓ પ્રદાન કરી છે. જેણે વૈશ્વિકસ્તરે 450 લાખ જીવનને સ્પર્શી લીધું છે અને મુંબઈમાં તેના સૌપ્રથમ ઇન-પર્સન કેટલાક વ્યક્તિગત કેન્દ્રો, બેંગ્લોર અને દિલ્હી એનસીઆરમાં છે. છેલ્લા એક વર્ષમાં તેઓએ 300+ ભારતીય શહેરોમાં 15+ ભાષાઓમાં 35,000થી વધુ ઉપચાર અને મનોચિકિત્સા (સાયકિયાટ્રી) સત્રો આપ્યા છે.
વધુ માહિતી માટે, કૃપા કરીને સંપર્ક કરો :
પલક જયસ્વાલ -
- [email protected]
- 9682811524
પદ્મારાવ
- [email protected]
- 9833180409












Click it and Unblock the Notifications
