CM રૂપાણી બોલ્યા - પાકિસ્તાને પકડેલા 7100 માછીમારોને છોડાવ્યા, અમારી સરકાર આર્થિક મદદ પણ કરી
પાકિસ્તાન દ્વારા બંદી બનાવવામાં આવેલ માછીમારો વિશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટો દાવો કર્યો છે.
અમદાવાદઃ ગુજરાત પાસેના દરિયા કિનારાના વિસ્તારોમાં માછલી પકડવા દરમિયાન પાકિસ્તાન દ્વારા બંદી બનાવવામાં આવેલ માછીમારો વિશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટો દાવો કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે પાકિસ્તાન દ્વારા પકડાયેલા 7100 માછીમારોને છોડાવવામાં આવ્યા છે. સરકારે આ સંદર્ભમાં સ્પષ્ટ નીતિ અપનાવી છે. અમે માછીમારોને આર્થિક મદદ આપવા સાથે સાથે તેમને સબસિડી પણ આપી રહ્યા છે. અમારી સરકારે મત્સ્યોદ્યોગની વિકાસ ઉન્મુખ નીતિના કારણે વર્ષ 2019-20માં રાજ્યના મત્સ્ય ઉત્પાદન 8.58 લાખ મેટ્રિક ટન સુધી પહોંચી ગયુ. એટલુ જ નહિ રાજ્ય સરકારે 5 હજાર કરોડ રૂપિયાથી વધુના માછલી ઉત્પાદનની નિકાસ પણ કરી છે.

માછીમારોના વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને રૂપાણીએ કહ્યુ કે રાજ્ય સરકાર તરફથી વેરાવણ, માંગરોળ, સૂત્રાપાડા, માઢવાળ અને પોરબંદર જેવા બંદરોના વિકાસ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સૂત્રાપાડામાં જીઆઈડીસીની જમીન મત્સ્યોદ્યોગ વિભાગને આપવામાં આવી છે અને હવે આગળની કાર્યવાહી માટે મામલો પર્યાવરણ વિભાગમાં મોકલવામાં આવ્યો છે. રાજ્ય સરકાર માછીમારોને દરેક સંભવ સુવિધા પૂરી પાડવા તથા મુશ્કેલીઓમાંથી બહાર કાઢવાની દિશામાં પ્રયત્ન કરી રહી છે.
વળી, સીએમ રૂપાણીએ કહ્યુ કે કોરોનાના આ સંકટ કાળમાં પણ ગુજરાતે વિકાસને અટકવા દીધો નથી. એક જ દિવસમાં થયેલ 750 કરોડ રૂપિયાના કાર્યોના શિલાન્યાસ અને લોકાર્પણનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યુ કે છેલ્લાં પાંચ મહિનામાં 27 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનુ લોકાર્પણ અને શિલાન્યાસ થયો છે. મત્સ્યોદ્યોગના વિકાસ પર પ્રકાશ પાડીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે હાલમાં રાજ્યમાં 29 હજારથી પણ વધુ બોટનુ રજિસ્ટ્રેશન થયુ છે. માછીમારીને કેરોસીન પર મળતી પ્રતિ લિટર 15 રૂપિયાની સબસિડીને વદારીને 25 રૂપિયા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સેસમાં પણ ઉલ્લેખનીય ઘટાડો કરીને માછીમારોને મદદ આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
