Year Ender 2023: વર્ષ 2023માં ગૂગલ પર સૌથી વઘુ સર્ચ કરવામાં આવી આ 10 રેસિપી, જાણો નંબર વન પર છે કઈ વાનગી
Google Most Searched Indian Recipes 2023: ફૂડ લવર્સ દ્વારા વર્ષ 2023માં ખાણીપીણીની અમુક વસ્તુઓ ગૂગલ પર ઘણી સર્ચ કરવામાં આવી હતી. ગૂગલના સૌથી વધુ સર્ચ કરાયેલા લિસ્ટમાં આ વખતે કેરીના અથાણાએ ફૂડ સેક્શન જીતી લીધુ છે.
આ સિવાય ઘણી ભારતીય વાનગીઓની પણ સર્ચ કરવામાં આવી હતી. જેમાં કેરીનું અથાણું સૌથી વધુ સર્ચ કરાયેલા ફૂડ લિસ્ટમાં ટોપ પર છે. 2023માં આ વાનગીને ગૂગલ પર ખૂબ જ સર્ચ કરવામાં આવી હતી.

સૌથી વધુ સર્ચ કરાયેલ વાનગીઓની યાદી
કેરીના અથાણાની રેસિપી
સેક્સ ઑન ધ બીચ રેસિપી
પંચામૃત રેસિપી
હકુસાઈ રેસિપી
ધનિયા પંજીરી રેસિપી
કરંજી રેસિપી
તિરુવથીરાઈ કાલી રેસિપી
ઉગાડી પચડી રેસિપી
કોલુકટ્ટઈ રેસિપી
રવા લડ્ડુ રેસિપી
કેરીનું અથાણું કેવી રીતે બનાવશો
કેરીના અથાણા માટેની સામગ્રી:
2 કિલો ઝીણી સમારેલી કેરી
100 ગ્રામ મેથી
લાલ મરચું પાવડર
સ્વાદ મુજબ મીઠું
50 ગ્રામ કલોંજીના બીજ
100 ગ્રામ વરિયાળી
50 ગ્રામ હળદર પાવડર
દોઢ લિટર સરસિયાનુ તેલ
કેરીનું અથાણું બનાવવાની રીત
કેરીનું અથાણું બનાવવા માટે સૌપ્રથમ કેરીને ચાર ભાગમાં કાપીને સૂકવી લો.
આ પછી એક કપ તેલમાં બધા મસાલા નાખીને બરાબર મિક્ષ કરી લો. (મસાલો બજારમાં પણ મળે છે)
હવે આ તૈયાર કરેલા મસાલાને બરણીમાં પણ થોડો છાંટવો, જેથી મસાલો બરણીની આસપાસ સારી રીતે ચોંટી જાય.
આ પછી, કાપેલા કેરીના ટુકડા પર મસાલાને સારી રીતે લગાવો અને પછી તેને હાથની મદદથી મિક્સ કરો.
હવે તેને બરણીમાં નાખો અને પછી તેમાં બાકીના મસાલા ઉમેરો.
હવે તેમાં તેલ ઉમેરો અને તેને ઓછામાં ઓછા 1 અઠવાડિયા સુધી તડકામાં સૂકવવા માટે રાખો.
જો તમને લાગે કે તેલ ઓછું થઈ ગયું છે તો થોડું વધુ તેલ ઉમેરો.












Click it and Unblock the Notifications
