For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિનની 10 યાદગાર વનડે ઇનિંગ્સ જૂઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

ક્રિકેટના ભગવાન તરીકે વિશ્વ પ્રસિદ્ધ સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. આ અહેવાલ બીસીસીઆઇ દ્વારા આપવામાં આવ્યો છે. બીસીસીઆઇએ ટ્વિટરના માધ્યમથી આ જાહેરાત કરી છે. સચિને પોતાની અંતિમ વનડે પાકિસ્તાન વિરુદ્ધ ઢાકામાં 18 માર્ચ 2012ના રોજ રમી હતી, જેમાં ભારતનો વિજય થયો હતો અને તેણે અડધી સદી ફટકારી હતી.

18 ડિસેમ્બર 1989માં પાકિસ્તાન સામેની વનડેથી સચિને વિશ્વ વનડે ક્રિકેટમાં આગમન કર્યું હતું. ત્યારે કોઇએ પણ નહોતું વિચાર્યું કે આ નાનો અમથો ખેલાડી વિશ્વ ક્રિકેટમાં ભગવાનનું વિરુદ મેળવશે, વિરોધી ટીમના બોલર્સની ઉંઘ હરામ કરી શકશે, પરંતુ સચિને એ બધું કર્યું અને મેળવ્યું, ક્રિકેટના તમામ રેકોર્ડ અને સિદ્ધિઓ પોતાના નામે કરી વિશ્વ ક્રિકેટમાં ભારતને એક અલાયદુ સ્થાન આપાવ્યું છે.

અનેક સિદ્ધિ પોતાના નામે નોંધાવનાર સચિન તેંડુલકરે 23 વર્ષ સુધી ક્રિકેટ વિશ્વમાં ભારતને ઝળહળતું રાખ્યું છે. તેણે વનડેમાં સર્વાધિક 463 વનડે રમી છે. તેણે વનડેમાં 18426 રન ફટકાર્યા છે, જેમાં 96 અડધી સદી અને 49 સદી ફટકારી છે. સચિનના નામે અનેક વનડે સિદ્ધિઓ છે, તેમાં વિશ્વ ક્રિકેટમાં વનડેમાં પ્રથમ બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ પણ તેના નામે છે. અહીં સચિન દ્વારા આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટ રમેલી કેટલીક યાદગાર ઇનિંગ્સ અંગે અહીં માહિતી આપવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયા સામેની 143 રનની ઇનિંગ(1997-98 શારજાહ)

ઓસ્ટ્રેલિયા સામેની 143 રનની ઇનિંગ(1997-98 શારજાહ)

22 એપ્રિલ 1998ના રોજ શારજાહ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ભારતનો 26 રનથી પરાજય થયો હતો, પરંતુ આ મેચ દરમિયાન સચિને રમેલી 140 રનની ઇનિંગ યાદગાર રહી ગઇ હતી. સચિને 131 બોલનો સામનો કરીને નવ ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 109.16ની સ્ટ્રાઇક રેટથી 140 રન બનાવ્યા હતા. આ મેચમાં ભારત નિર્ધારિત ઓવરમાં 384 રનના લક્ષ્યાંકની સામે 250 રન બનાવી શક્યું હતું.

ઓસ્ટ્રેલિયા સામેની 134 રનની ઇનિંગ(1997-98 શારજાહ)

ઓસ્ટ્રેલિયા સામેની 134 રનની ઇનિંગ(1997-98 શારજાહ)

24 એપ્રિલ 1998ના રોજ રમાયેલી આ મેચમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે છ વિકેટથી વિજય થયો હતો. આ ફાઇનલ મેચ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 272 રનનો લક્ષ્યાંક મુક્યો હતો જે ભારતે ચાર વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હચતો. આ મેચમાં સચિને 131 બોલમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 102.29ની સ્ટ્રાઇક રેટ સાથે 134 રન બનાવ્યા હતા. સચિન મેન ઓફ ધ મેચ બન્યો હતો.

શ્રીલંકા સામે 120 રનની ઇનિંગ(1999- કોલંબો)

શ્રીલંકા સામે 120 રનની ઇનિંગ(1999- કોલંબો)

29 ઓગસ્ટ 1999ના રોજ કોલંબોના સિન્હાલેસ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી વનડેમાં ભારતનો શ્રીલંકા સામે 23 રનથી વિજય થયો હતો. આ મેચમાં સૌરવ ગાંગુલીએ 85 રનની ઇનિંગ રમીને સચિને શાનદાર ઇનિંગ રમવા માટે સાથ આપ્યો હતો. સચિને આ મેચમાં 141 બોલનો સામનો કરી 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 85.10ની સ્ટ્રાઇક રેટ સાથે 120 રન બનાવ્યા હતા.

140 રનની ઇનિંગ કેન્યા સામે(1999- ક્રિકેટ વર્લ્ડ કપ)

140 રનની ઇનિંગ કેન્યા સામે(1999- ક્રિકેટ વર્લ્ડ કપ)

આઇસીસી વિશ્વકપની 15મી મેચમાં બ્રિસ્ટોલના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે રમાયેલી આ મેચમાં ભારતનો કેન્યા સામે 94 રનથી વિજય થયો હતો. આ મેચમાં દ્રવિડે 104 રનની અણનમ ઇનિંગ રમી હતી જ્યારે સચિને અણનમ 140 રન બનાવ્યા હતા. આ ઇનિંગ તેણે 101 બોલનો સામનો કરીને 16 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 138.61ની સ્ટ્રાઇક રેટ સાથે રમી હતી.

98 રનની ઇનિંગ પાકિસ્તાન સામે( 2003 વિશ્વકપ)

98 રનની ઇનિંગ પાકિસ્તાન સામે( 2003 વિશ્વકપ)

2003ના વિશ્વકપ દરમિયાન પાકિસ્તાન સામે રમાયેલી આ મેચમાં ભારતનો 6 વિકેટથી વિજય થયો હતો. આ મેચમાં પાકિસ્તાને ભારત સામે 273 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. જેના જવાબમાં ભારતે ચાર વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી સચિને 75 બોલમાં 98 રનની ઇનિંગમાં રમી હતી. જેમાં તેણે 12 ચોગ્ગા અને એક છગ્ગો 130.66ની સ્ટ્રાઇકરેટથી ફટકાર્યા હતા.

141 રનની ઇનિંગ પાકિસ્તાન સામે( 2003-04 રાવલપિંડી)

141 રનની ઇનિંગ પાકિસ્તાન સામે( 2003-04 રાવલપિંડી)

રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 16 માર્ચ 2004ના રોજ રમાયેલી આ મેચમાં ભારતનો પાકિસ્તાન સામે 12 રનથી પરાજય થયો હતો. પાકિસ્તાને આ મેચમાં 329 રન બનાવ્યા હતા. જેના જવાબમા ભારતે 317 રન બનાવ્યા હતા. ભારત તરફથી સચિને શાનદાર 141 રનની ઇનિંગ રમી હતી. જેમાં તેણે 104.44ની સ્ટ્રાઇક રેટ સાથે 17 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. મેન ઓફ ધ મેચ તરીકે સચિનને જાહેર કરવામાં આવ્યો હતો.

163 રનની ઇનિંગ ન્યૂઝીલેન્ડ સામે (2008-09 ક્રાઇસ્ટચર્ચ)

163 રનની ઇનિંગ ન્યૂઝીલેન્ડ સામે (2008-09 ક્રાઇસ્ટચર્ચ)

8 માર્ચ 2009ના રોજ ક્રાઇસ્ટચર્ચ ખાતે રમાયેલી આ મેચમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે 58 રને વિજય થયો હતો. ભારત તરફથી સચિને 163 રનની ઈનિંગ રમી હતી. સચિને 133 બોલનો સામનો કરી 122.55ની સ્ટ્રાઇક રેટ સાથે 16 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકારી આ ઇનિંગ રમી હતી.

 175 રનની ઇનિંગ ઓસ્ટ્રેલિયા સામે( 2009- હૈદરાબાદ)

175 રનની ઇનિંગ ઓસ્ટ્રેલિયા સામે( 2009- હૈદરાબાદ)

રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ હૈદરાબાદ ખાતે 5 નવેમ્બર 2009ના રોજ રમાયેલી આ મેચમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાનો ત્રણ રને વિજય થયો હતો. ઓસ્ટ્રેલિયાએ બનાવેલા 350 રનના જવાબમાં ભારતે 10 વિકેટ ગુમાવીને 347 રન બનાવ્યા હતા. ભારત તરફથી સચિન તેંડુલકરે 141 બોલમાં 19 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 124.11ની સ્ટ્રાઇક રેટ સાથે 175 રન બનાવ્યા હતા. પરંતુ તે ભારતને જીત અપાવી શક્યો નહોતો.

200 રનની ઇનિંગ સાઉથ આફ્રિકા સામે(2010- ગ્વાલિયર)

200 રનની ઇનિંગ સાઉથ આફ્રિકા સામે(2010- ગ્વાલિયર)

ગ્વાલિયરના કેપ્ટન રૂપ સિંહ સ્ટેડિયમ ખાતે 24 ફેબ્રુઆરી 2010ના રોજ રમાયેલી આ મેચમાં સચિને વનડે ક્રિકેટમાં પહેલી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આ મેચમાં ભારતનો સાઉથ આફ્રિકા સામે 153 રનથી વિજય થયો હતો. ભારતે 401 રન બનાવ્યા હતા જેના જવાબમાં 248 રન જ બનાવી શક્યું હતું. સચિને 147 બોલનો સામનો કરીને 25 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 136.05ની સ્ટ્રાઇકરેટથી 200 રન ફટકાર્યા હતા.

120 રનની ઇનિંગ ઇંગ્લેન્ડ સામે(2011 ક્રિકેટ વિશ્વકપ)

120 રનની ઇનિંગ ઇંગ્લેન્ડ સામે(2011 ક્રિકેટ વિશ્વકપ)

ચિન્નાસ્વામી સ્ટેડિયમ બેંગ્લોર ખાતે 27 ફેબ્રુઆરી 2011ના રોજ રમાયેલી આ મેચ ટાઇ રહી હતી. વિશ્વકપની આ મેચમાં ભારતે આપેલા 338ના લક્ષ્યાંકને ઇંગ્લેન્ડ પાર કરી શક્યું નહોતું અને મેચ ટાઇમાં પરિણમી હતી. આ મેચમાં સચિને સર્વાધિક 120 રન બનાવ્યા હતા. સચિને 104.34ની સ્ટ્રાઇકરેટથી 10 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 115 બોલનો સામનો કરીને 120 રન બનાવ્યા હતા.

English summary
10 memorable odi innings of sachin in international cricket., sachin hits first 200 in odi cricket.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X