1166 ખેલાડીઓએ આઈપીએલ ઓક્શન માટે રજીસ્ટ્રેશન કર્યુ, મિશેલ સ્ટાર્ક અને રચિન રવિન્દ્ર પર રહેશે નજર
આઈપીએલ 2024 માટે મીની ઓક્શન 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાવા જઈ રહ્યું છે. આ ઓક્શન પહેલા મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, ટ્રેવિસ હેડ, ડેરિલ મિશેલ અને રચિન રવિન્દ્ર સહિતના 1166 ખેલાડીઓએ રજીસ્ટ્રેન કર્યુ છે.
આઈપીએલ ઓક્શન માટે ઘણા મોટા નામ સામે આવ્યા છે. જો કે ઘણા ચૌકાવનારા સમાચાર પણ છે. મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા રિલીઝ કરાયેલા જોફ્રા આર્ચરે આ વખતે ઓક્શનમાં ભાગ નથી લીધો.

આ લિસ્ટમાં મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, ટ્રેવિસ હેડ, ડેરિલ મિશેલ અને રચિન રવિન્દ્ર જેવા વર્લડ કપમાં ઉભરેલા ટોચના ખેલાડીઓ સામેલ છે. આઈપીએલ માટે ડાઉડફૂલ રહેલા જોશ હેઝલવૂડે પણ પોતાનું નામ રજીસ્ટર કર્યુ છે.
આ 1,166 ખેલાડીઓમાં 830 ભારતીય ખેલાડીઓ અને 336 વિદેશી ખેલાડીઓ છે. યાદીમાં 212 કેપ્ડ, 909 અનકેપ્ડ અને 45 એસોસિયેટ ખેલાડીઓનો સમાવેશ થાય છે.
830 ભારતીય ખેલાડીઓમાં 18 કેપ્ડ ખેલાડીઓ છે, જેમાં વરુણ એરોન, કેએસ ભરત, કેદાર જાધવ, સિદ્ધાર્થ કૌલ, ધવલ કુલકર્ણી, શિવમ માવી, શાહબાઝ નદીમ, કરુણ નાયર, મનીષ પાંડે, હર્ષલ પટેલ, ચેતન સાકરિયા, મનદીપ સિંહ, બરિન્દર શ્રાન, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, હનુમા વિહારી, સંદીપ વોરિયર અને ઉમેશ યાદવનો સમાવેશ થાય છે.
આમાંથી માત્ર ચાર ખેલાડી હર્ષલ પટેલ, કેદાર જાધવ, શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવને રિલીઝ કરાયેલા છે. આ તમામે 2 કરોડ રૂપિયા રિઝર્વ પ્રાઈઝ રાખી છે. બાકીના 14 ખેલાડીએ 50 લાખની રિઝર્વ પ્રાઈઝ રાખી છે.












Click it and Unblock the Notifications
