Pro Kabaddi League Season 9: પ્રો કબડ્ડી લીગમાં 12 ટીમો એકબીજા સામે ભીડવા તૈયાર, અહી જોઇ શકશો મેચ

ભારતમાં પ્રો કબડ્ડીને લઇ લોકો ભારે ઉત્સાહમાં હોય છે. લોકો કબડ્ડી જોવા માટે ઉત્સુક રહેતા હોય છે. ઉલ્લેખનિય છેકે પ્રો કબડ્ડી લીગની શરૂઆત 7 ઓક્ટોબર એટલે કે આજથી થવા જઇ રહી છે. આ લીગમાં 12 ટીમો એકબીજા સાથે ભીડવા માટે તૈયાર છ

ભારતમાં પ્રો કબડ્ડીને લઇ લોકો ભારે ઉત્સાહમાં હોય છે. લોકો કબડ્ડી જોવા માટે ઉત્સુક રહેતા હોય છે. ઉલ્લેખનિય છેકે પ્રો કબડ્ડી લીગની શરૂઆત 7 ઓક્ટોબર એટલે કે આજથી થવા જઇ રહી છે. આ લીગમાં 12 ટીમો એકબીજા સાથે ભીડવા માટે તૈયાર છે. તમને જણાવી દઇએ કે આ મેચો બેંગલોર, પુણે અને હૈદરાબાદમાં યોજાશે. હવે કોવિડ-19ને લગતા પ્રતિબંધો ઘણા ઓછા કરવામાં આવ્યા છે, જેના કારણે ચાહકો સ્ટેડિયમમાં લાઈવ એક્શન જોઈ શકશે.

Kabaddi

આ સીઝન દબંગ દિલ્હી અને યુ મુમ્બા વચ્ચે પ્રથમ મેચ રમાવા જઈ રહી છે. આ મેચની સાથે પ્રથમ દિવસે અમે બેંગલુરુ બુલ્સ વિ. તેલુગુ ટાઇટન્સ અને યુપી યોદ્ધા વિ જયપુર પિંક પેન્થરની મેચ પણ જોઇ શકાશે.

પ્રો કબડ્ડી તરફથી હાલમાં 66 મેચોનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. બેંગલુરુ લેગ 7 થી 27 ઓક્ટોબર સુધી રમાશે, ત્યારબાદ પુણે લેગ શરૂ થશે. સપ્તાહના અંતે, પ્રેક્ષકોને કબડ્ડીનું ભરપૂર મનોરંજન જોવા મળશે કારણ કે શુક્રવાર અને શનિવારે ત્રણ-ત્રણ મેચો રમાશે.

અહીથી લાઇવ જોઇ શકશો

તમે આ પ્રો કબડ્ડી લીગની નવમી સિઝન ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ જોઈ શકો છો. કોમેન્ટરી હિન્દી અને અંગ્રેજી બંનેમાં ઉપલબ્ધ હશે. આ ઉપરાંત, જો તમે તમારા સ્માર્ટફોન પર પ્રો કબડ્ડી લીગનો આનંદ માણવા માંગો છો, તો તમે હોટસ્ટાર એપ્લિકેશનનું સ્ટ્રીમિંગ જોઈ શકો છો.

મેચોના સમય વિશે વાત કરીએ તો જ્યારે બે મેચ હશે ત્યારે પ્રથમ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે અને બીજી મેચ 1 કલાક પછી 8:30 વાગ્યે શરૂ થશે. દિવસમાં 3 મેચ હશે તે દિવસે ત્રીજી મેચ રાત્રે 9:30 વાગ્યે શરૂ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X