ઓકલેન્ડ ટેસ્ટઃ પ્રથમ દિવસે ન્યુઝીલેન્ડ 329/4

ઓકલેન્ડ, 6 ફેબ્રુઆરીઃ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઓકલેન્ડના ઇડન પાર્કમાં રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના પહેલા દિવસે ન્યુઝીલેન્ડે શાનદાર બેટિંગ કરી. પહેલા દિવસનો ખેલ ખતમ થયો ત્યાં સુધી ન્યુઝીલેન્ડે 4 વિકેટ ગુમાવીને 329 રન બનાવી લીધા છે. ન્યુઝીલેન્ડ તરફથી સુકાની બ્રેડન મેક્કુલમે અને કેન વિલિયમ્સને સદી ફટકારી છે. ભારત તરફથી ઝહીર ખાન અને ઇશાંત શર્માએ બે-બે વિકેટ લીધી હતી.

New-Zealand-v-India-at-Auckland
ભારતે પહેલા બોલિંગ કરતા ન્યુઝીલેન્ડના ત્રણ બેટ્સમેનોને ઝડપથી પેવેલિયન ભેગા કરી દીધા, પરંતુ બાદમાં કિવી બેટ્સમેનોએ સંભાળીને બેટિંગ કરી મેચમાં પુનરાગમન કર્યું હતું. બ્રેંડન મેક્કુલમ અને કેન વિલિયમ્સને મજબૂત બેટિંગ કરતી ટીમની કમાન સંભાળી. મેક્કુલમે આક્રમક અંદાજમાં 210 બોલમાં 14 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 143 રન ફટકાર્યા હતા. જ્યારે કેન વિલિયમ્સને 172 બોલમાં 10 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 113 રન ફટકાર્યા હતા.

ભારતીય બોલિંગની વાત કરવામાં આવે તો ઇશાંત શર્માએ હેમિશ રદરફોર્ડને 6 અને રોસ ટેલરને 3 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યાં. પીટર ફુલ્ટનની વિકેટ ઝહીર ખાને લીધી હતી. ફુલ્ટન 13 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ મેક્કુમલ અને વિલિયમ્સને સંભાળીને બેટિંગ કરી હતી. જો કે, વિલિયમ્સન 113 રન બનાવી આઉટ થયો હતો. તેની વિકેટ ઝહીર ખાને લીઘી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X