23 વર્ષની કારકિર્દી, જાણો કેવો છે અમદાવાદમાં સચિનનો રેકોર્ડ

23 years in international cricket sachin's record in ahmedabad
ક્રિકેટના ભગવાન એટલે કે સચિન તેંડુલકરને ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમતા 15મી નવેમ્બરે 23 વર્ષ પૂર્ણ થયા છે. આ 23 વર્ષમાં સચિને અનેક કિર્તિનામ પોતાના નામે કર્યા છે. માત્ર ક્રિકેટની પીચ પર જ નહીં પરંતુ સચિને અન્ય અનેક સન્માનો પણ આ 23 વર્ષમાં મેળવ્યા છે. જેનું તાજુ ઉદાહરણ ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલું સન્માન છે.

સચિનને ક્રિકેટ ક્ષેત્રે 23 વર્ષ પૂર્ણ અમદાવાદ ખાતેની ઇંગ્લેન્ડ સામેની મેચમાં પૂર્ણ થઇ રહ્યાં છે, ત્યારે અમદાવાદ ખાતે સચિનનો રેકોર્ડ કેવો રહ્યો છે તે જાણવું જરૂરી છે.

અમદાવાદમાં સચિન તેંડુલકરે પહેલી મેચ 1994માં અને છેલ્લી મેચ 2010માં રમી હતી. 1994થી 2010 સુધીમાં સચિને અમદાવાદમાં 8 મેચો રમી છે, જેમાં 44.92ની એવરેજ અને 49.80ની સ્ટ્રાઇક રેટથી 629 રન બનાવ્યા છે. જેમાં તેણે 3 સદી ફટકારી છે. અમદાવાદમાં સચિનનો સર્વાધિક રનનો રેકોર્ડ 217નો છે. નોંધનીય છે કે, સચિન સિવાય અમદાવાદમાં માત્ર દ્રવિડ જ છે જેણે સર્વાધિક 771 રન બનાવ્યા છે.

સચિને અમદાવાદમાં ત્રણ સદી ફટકારી છે. આ ત્રણેય સદી ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ અને શ્રીલંકા સામે ફટકારી છે. સચિને ન્યૂઝીલેન્ડ સામે 217 રનની ઇનિંગ રમી હતી.

સચિનના મોટેરા સ્ટેડિયમના રેકોર્ડ પર એક નજર

સચિન તેંડુલકર ઓવરઓલ રેકોર્ડ

વર્ષ----------મેચ---રન---સર્વાધિકરન---એવરેજ------સ્ટ્રાઇક રેટ-----સદી--અડધી સદી-----ચોગ્ગા----છગ્ગા
94-2010--8---629-----217-----44.92------49.80-------3---------0--------82-------1

સચિન તેંડુલકરની સદી

રન-----ચોગ્ગા-----છગ્ગા-----ટીમ-----વિરોધી ટીમ-----મેચની તારીખ
217 -----29-----0-----ભારત----------ન્યૂઝીલેન્ડ-----29 ઓક્ટોબર 1999
103----12----1-----ભારત-----------ઇંગ્લેન્ડ----- 11 ડિસેમ્બર 2001
100*----11----0-----ભારત-----------શ્રીલંકા----- 16 નવેમ્બર 2009

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X