For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હેલિકોપ્ટર ક્રેશમાં દિગ્ગજ બાસ્કેટબોલ ખેલાડી કોબ બ્રાયન્ટ સહિત 9ના નિધન

હેલિકોપ્ટર ક્રેશમાં દિગ્ગજ બાસ્કેટબોલ ખેલાડી કોબ બ્રાયન્ટ સહિત 9ના નિધન

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકાના સ્ટાર બાસ્કેટબૉલ ખેલાડી કોબ બ્રાયન્ટનું હેલકોપ્ટર ક્રેશમાં નિધન થઈ ગયું છે. રવિવારે કેલિફોર્નિયામાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું જેમાં કોબ બ્રાયન્ટ સહિત 9 લોકોના મોત થયાં છે. કોબ બ્રાયન્ટના નિધનથી દુનિયાભરમાં શોકની લહેર છે. અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ કોબના નિધન પર દુખ જતાવ્યું છે. 41વર્ષીય કોબનું કેલિકોપ્ટર કયા કારણોસર ક્રેશ થયું તે અંગે હજી જાણી શકાયું નથી. આ હેલિકોપ્ટર લોસ એન્જલસથી થઈને પસાર થઈ રહ્યું હતું, આ દરમિયાન જ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. આ ઘટનામાં મરનાર અન્ય લોકો વિશે હાલમાં જ જાણકારી આપવામાં આવી છે.

kobe brayant

જાણકારી મુજબ કોબ પોતાના ખાનગી કેલિકોપ્ટરમાં કેટલાક નજીકના લોકો સાથે મુસાફરી કરી રહ્યા હતા, આ દરમિયાન હેલિકોપ્ટરમાં તેમની 13 વર્ષની દીકરી ગિયાના પણ હતી, જેનું પણ નિધન યું છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ઈન્સ્ટા પોસ્ટ દ્વારા કોબના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. વિરાટે લખ્યું આ અહેવાલ સાંભળીને દુખી છું. તેમની સાથે કેટલીય બાળપણની યાદો જોડાયેલી છે, સવારે જલદી જાગીને બાસ્કેટબોલના કોર્ટમાં તેમને જોવાનો જાદૂ જબરદસ્ત હતો. જિંદગી કેટલી અસંભાવિત છે. તેમની દિકરી ગિયાનાનું પણ આ દુર્ઘટનામાં નિધન થયું. મારું દિલ પૂરી રીતે ટૂટી ગયું છે. ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે. તેમના પરિવારને આ દુખ સહન કરવાની હિંમત દે.

આ દુર્ઘટના પર અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું. તેમણે લખ્યું કે, તેઓ દુનિયાના મહાન બાસ્કેટબૉલ ખેલાડી હોવા છતા પોતાનું જીવન હજી શરૂ જ કર્યું હતું. તેઓ પોતાના પરિવારને ખુબ પ્રેમ કરતા હતા, ભવિષ્ય માટે તેમનામાં જબરદસ્ત ઉત્સાહ હતો. તેમની સુંદર દીકરી ગિયાનાના નિધને આ દુર્ઘટનાને વધુ ભયાનક બનાવી દીધી છે. હું મેલાનિયા બ્રાન્ટના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ઈશ્વર તેમની સાથે રહે.

IPL 2020: આ છે એ 2 ટીમ જે સહેલાઈથી પહોંચી શકે છે ફાઈનલ સુધીIPL 2020: આ છે એ 2 ટીમ જે સહેલાઈથી પહોંચી શકે છે ફાઈનલ સુધી

English summary
9 including basketball star kobe brayant died in helicopter crash
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X