એક સમયે સચિન બરાબરનો ક્રિકેટર કહેવાતો આ ખેલાડી હવે વિવાદોનું ઘર છે, જાણો કોણ છે આ ખેલાડી?
પુર્વ ક્રિકેટર વિનોદ કાંબલી વધુ એક વિવાદમાં ફસાયો છે. અહેવાલો અનુસાર, તેના પર નશાની હાલતમાં પત્નીને માર મારવાનો આરોપ છે.
ભારતીય ક્રિકેટમાં કેટલાક એવા ખેલાડીઓ છે જે સતત વિવાદોમાં રહે છે. આ ખેલાડીઓમાં એક નામ પુુર્વ ક્રિકેટર વિનોદ કાંબલીનું પણ છે. વિનોદ કાંબલી અને વિવાદોનો જૂનો નાતો છે. હવે ફરીથી તેના પર નશાની હાલતમાં પત્નીને અપશબ્દો કહેવા અને માર મારવાનો આરોપ લાગ્યો છે. એક સમયે સચિન તેંડુલકર બરાબરનો આ ખેલાડી વિવાદોને કારણે હવે મજબુરીમાં જીવવા મજબુર છે.

વિનોદ કાંબલીના નામે વધુ એક વિવાદ
હાલમાં જ મુંબઈ પોલીસમાં વિનોદ કાંબલી વિરૂદ્ધ પત્નીને અપશબ્દો કહેવા અને નશાની હાલતમાં મારપીટ કરવાના આરોપમાં ફરિયાદ નોંધાઈ છે. સૌથી મોટી વાત એ છે કે આ ફરિયાદ તેની પત્ની એન્ડ્રીયા હેવિટે તેની સામે નોંધાવી છે.

નશાની હાલતમાં પત્ની સાથે મારપીટ કરી
એક સમયે ક્રિકેટના મેદાન પર છવાઈ ગયેલા વિનોદ કાંબલીનું કરિયર વિવાદને કારણે પુરૂ થઈ ગયુ હતું. મુંબઈમાં રહેતા વિનોદ કાંબલીનું નામ સતત વિવાદોમાં ઘેરાતું રહ્યું છે. આ ફરિયાદ વિશે પોલીસના જણાવ્યા અનુસાર તેને નશાની હાલતમાં પત્ની સાથે મારપીટ કરી હતી.

પત્નીને પેન મારી દીધી
સમાચારો અનુસાર વિનોદ કાંબલી સામે ફરિયાદ નોંધાઈ છે પરંતુ હજુ તેની ધરપકડ થઈ નથી. હાલ પોલીસે નોટીસ આપીને વિનોદ કાંબલીને જવાબ આપવા માટે કહેવામાં આવ્યુ છે. આગળ કાર્યવાહી થઈ શકે છે.

પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
આ મુદ્દે વિનોદ કાંબલીની પત્ની એન્ડ્રીયા હેવિટના જણાવ્યા અનુસાર, કાંબલીએ તેના પર વાસણનો ઘા કર્યો હતો. જેના કારણે તેને ઈજા પહોંચી છે. આ ઘટના 3 જાન્યુઆરીની છે. કાંબલી નશાની હાલતમાં ઘરે આવ્યો અને મારપીટ કરી હતી.

પુત્રએ રોકવાની કોશિશ કરી
આ મુદ્દે અધિકારીએ જણાવ્યુ કે, ફરિયાદ અનુસાર આ ઘટના વખતે તેનો 12 વર્ષનો પુત્ર પણ હાજર હતો. તેના પુત્રએ રોકવાની કોશીસ કરી પરંતુ કાંબલીએ રસોડામાંથી તૂટેલી પેન ઉપાડીને પત્નીને મારી દીધી.

કાંબલી પહેલા પણ વિવાદોમાં ફસાઈ ચુક્યો છે
આ પહેલી વખત નથી, આ પહેલા પણ વિનોદ કાંબલી ઘણા વિવાદોમાં ફસાઈ ચુક્યો છે. 2015માં વિનોદ કાંબલી પર તેની નોકરાણીએ મારપીટનો આરોપ લગાવ્યો હતો. નોકરાણીએ આરોપ લગાવ્યો કે, તે કાંબલી અને એન્ડ્રીયા પાસે પગારની માંગણી કરવા ગઈ ત્યારે તેને માર મારી 3 દિવસ રૂમમાં બંધ રાખી હતી.

કાંબલી પહેલા પણ વિવાદોમાં ફસાઈ ચુક્યો છે
આ પહેલી વખત નથી, આ પહેલા પણ વિનોદ કાંબલી ઘણા વિવાદોમાં ફસાઈ ચુક્યો છે. 2015માં વિનોદ કાંબલી પર તેની નોકરાણીએ મારપીટનો આરોપ લગાવ્યો હતો. નોકરાણીએ આરોપ લગાવ્યો કે, તે કાંબલી અને એન્ડ્રીયા પાસે પગારની માંગણી કરવા ગઈ ત્યારે તેને માર મારી 3 દિવસ રૂમમાં બંધ રાખી હતી.

રમીઝ રાજાને ટ્વિટ કરીને ગાળો બોલી હતી
આ પહેલા વિનોદ કાંબલી પૂર્વએ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ સાથે પણ દુર્વ્યવહાર કર્યો હતો. આ સિવાય કાંબલીએ ભારતમાં ટીવી કાર્યક્રમોમાં ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરોને સામેલ કરાતા નારાજગી વ્યક્ત કરતા ટ્વિટ કરીને રમીઝ રાજાને ગાળો બોલી હતી. જો કે કાંબલીએ તેના મિત્રએ ટ્વિટ કર્યા હોવાનું જણાવ્યું હતું.

વિનોદ કાંબલી અને સચિન તેંડુલકર બાળપણના મિત્રો છે
વિનોદ કાંબલી અને સચિન તેંડુલકર બાળપણના મિત્રો છે. વિનોદ કાંબલીએ 2009માં સચિન પર પણ આરોપ લગાવ્યા હતા. ટીવી શો સચ કા સામનામાં વિનોદ કાંબલીએ આોપ લગાવ્યો હતો કે, તે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના મિત્ર સચિન તેંડુલકરે તેની મદદ ન કરી.

કાંબલી ભેદભાવના આરોપ લગાવી ચુક્યો છે
વિનોદ કાંબલી ભારતીય ક્રિકેટ ટીમમાં ભેદભાવનો પણ આરોપ લગાવી ચુક્યો છે. કાંબલીએ કહ્યું હતું કે, કે જો સચિન ઈચ્છતો તો તેની ક્રિકેટ કારકિર્દી લાંબી થઈ શકત. તેના આ નિવેદન બાદ મોટા વિવાદ થયા હતા.












Click it and Unblock the Notifications
