AFG vs SL : અફઘાનિસ્તાનનો વધુ એક અપસેટ, શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યુ
વિશ્વ ક્રિકેટમાં શાનદાર રીતે ઉભરી રહેલી અફઘાનિસ્તાને ફરી એક વખત પોતાની હાજરીનો પરિચય આપ્યો છે. મોટો ઉલટફેર સર્જનારી અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડ બાદ શ્રીલંકાને હરાવી દીધુ છે.
પહેલા બેટિંગ માટે ઉતરેલી શ્રીલંકાની ટીમ બેટિંગમાં કંઈ ખાસ કમાલ ન કરી શકી અને અફઘાનિસ્તાનના બોલરો હાવી રહ્યા. પહેલી ઈનિંગમાં શ્રીલંકા 50 ઓવર પુરી ન કરી શકી અને 10 વિકેટ ગુમાવીને 241 રન જ બનાવી શકી.

શ્રીલંકા તરફથી નિશંકાએ સૌથી વધુ 49 રન બનાવ્યા. બીજી તફઉ અફઘાન બોલરો હાવી રહ્યા. અહીં ફઝલહક ફારૂકીએ 4 અને મુજીબ ઉર રહેમાને 2 વિકેટ લીધી.
આ પછી બેટિંગ માટે ઉતરેલી અફઘાન ટીમે વિકેટો ગુમાવી છત્તા પણ મેચ જીતી લીધી. અફઘાનિસ્તાન તરફથી રહેમત શાહે 62 અને હસમતુલ્લાહ શાહે 58 રનની ઈનિંગ રમીને ટીમને જીત અપાવી દીધી.
આ મેચમાં શ્રીલંકા તરફથી બેટિંગ અને બોલિંગ બન્નેમાં સાધારણ પ્રદર્શન જોવા મળ્યુ અને અફઘાનિસ્તાને આસાનીની જીત મેળવી લીધી.












Click it and Unblock the Notifications
