For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્ટરવ્યુ આપીને ફસાયો બૂમ બૂમ આફ્રિદી

By Super
|
Google Oneindia Gujarati News

Shahid-Afridi
કરાચી, 2 મેઃ શાહિદ આફ્રિદીને ઇંગ્લેન્ડમાં થનારી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમમાં સ્થાન નહીં મળ્યા બાદ મીડિયાને આપેલા ઇન્ટરવ્યુ બદલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ નારાજ થયું છે. પીસીબી હવે આ ઓલરાઉન્ડર વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરવાનું વિચારી રહ્યું છે. આફ્રિદીએ જંગ અખબારને કહ્યું હતું કે, સુકાની મિસબાહ ઉલ હક તેમને ટીમમાં સામેલ કરવા નથી ઇચ્છતા. તેમણે કહ્યું કે, મને બહાર કરવાનો નિર્ણય સુકાનીનો હતો.

તેમણે કહ્યું કે, જો સુકાની કોઇ નિશ્ચિત ખેલાડીને ટીમમાં નથી ઇચ્છતા તો એ મારા માટે કોઇ નવી વાત નથી. પીસીબીએ આચારસંહિતા હેઠળ કોઇ ખેલાડીની પસંદગી મુદ્દે પ્રતિક્રિયા આપવાની પરવાનગી નથી. બુધવારે આફ્રિદીએ ઇન્ટરવ્યુની સમીક્ષા થઇ શકે છે, ત્યારબાદ નિર્ણય કરવામાં આવશે કે તેમણે ખેલાડીઓની આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે કે નહીં.

નોંધનીય છે કે, ટીમમાંથી પડતો મુકાયા બાદ આફ્રિદીએ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે તેમને કપ્તાનના ઇશારે ટીમમાંથી બાકાત રખાયો છે.સમાચાર પત્ર 'ડેલી જંગ'એ આફ્રિદીના હવાલાથી લખ્યું કે 'મને ટીમમાંથી હટાવવાનો નિર્ણય કપ્તાન મિસ્બાહ ઉલ હકનો છે. એ અલગ વાત છે કે કપ્તાન કોઇ ખેલાડીને ટીમમાં નથી રાખવા માંગતા પરંતુ ક્રિકેટમાં ટીમની અંદર આવવું અને બહાર જવું ચાલતું રહે છે. એવું થતું રહે છે અને હું ટૂંક સમયમાં ટીમમાં પાછો ફરીશ.'

આફ્રીદીએ કહ્યું કે તે પોતાની ફિટનેસ અને ફોર્મ પર ધ્યાન આપી રહ્યો છે અને તે ટૂંક સમયમાં ટીમમાં વાપસી કરશે. વકૌલ આફ્રીદીએ જણાવ્યું કે 'મારા માટે ફિટનેસ અને ફોર્મ મહત્વ ધરાવે છે. તેની પર મારું ધ્યાન છે અને સાથે સાથે ટીમમાં પોતાના સ્થાન પર પણ છે. હું એ સાબિત કરીશ કે હું ટીમ માટે બોઝો નહી પરતુ જરૂરિયાત છું. ફિલહાલ વાપસી માટે મારો પરિશ્રમ જારી રહેશે.'

English summary
A PCB source told that Afridi's interview would be reviewed on Thursday after which it would be seen whether he has violated the players' code of conduct or not.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X