તો યુવરાજ અને ધોની બાદ આ ખેલાડી બની શકે છે સારો ફિનિશર
લક્ષ્મણ શિવરામકૃષ્ણનને લાગે છે કે હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયા માટે ફિનિશર બની શકે છે. તેમનું કહેવું છે કે જો તે ફિટનેસ જાળવી રાખે તો ઓલરાઉન્ડર ટીમ માટે ખતરનાક ફિનિશર બની શકે છે.
ભારતના ભૂતપૂર્વ લેગ સ્પિનર લક્ષ્મણ શિવરામકૃષ્ણન વિશ્વના જાણીતા ક્રિકેટ નિષ્ણાતોમાંના એક છે. તેમની પ્રથમ પસંદગીના ખેલાડીઓ ઇંગ્લેન્ડના પ્રવાસે હોવાથી શ્રીલંકા સામેની મર્યાદિત ઓવરની શ્રેણી માટે બીજી ટીમની ઘોષણા કરી હતી. શિવરામકૃષ્ણને કહ્યું કે, મહેન્દ્રસિંહ ધોની અને યુવરાજ સિંહ પછી ટીમમાં કોઈ ફિનિશર નથી, પરંતુ એક ખેલાડી છે જે આ જગ્યા ભરી શકે છે.

લક્ષ્મણ શિવરામકૃષ્ણનને લાગે છે કે હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયા માટે ફિનિશર બની શકે છે. તેમનું કહેવું છે કે જો તે ફિટનેસ જાળવી રાખે તો ઓલરાઉન્ડર ટીમ માટે ખતરનાક ફિનિશર બની શકે છે. લક્ષ્મણે કહ્યું, "તે ભારત માટે સમસ્યા રહી છે. એમએસ ધોની અને યુવરાજ સિંહ પછી કોઈ ફિનિશર શોધી શક્યા નથી. અમે હજી પણ ધોની પછી સારા ફિનિશરની શોધમાં છીએ. હાર્દિક પંડ્યા ખૂબ ખતરનાક ફિનિશર બની શકે છે."
તેમણે ઉમેર્યું હતું કે, "તેના માટે ફિટનેશ પાછી મેળવવી મહત્વનું છે અને ત્યારબાદ તે બોલિંગ શરૂ કરશે ત્યારે તેને વધુ આત્મવિશ્વાસ મળશે. હાર્દિક ત્રણેય ફોર્મેટમાં યોગદાન આપી રહ્યો છે. જેમ યોગદાન આપશે તેમ તકનીકી અને માનસિક બંને રીતે બહેતર ક્રિકેટ બનશે.વ્હાઇટ-બોલ ક્રિકેટમાં ભારતની સફળતાની ચાવી હાર્દિક પંડ્યાની ફિટનેસ હશે.
શ્રીલંકા સીરીઝ માટેની ટીમમાં છ નવા ખેલાડીઓ તેમજ શિખર ધવન, હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમાર જેવા કેટલાક અનુભવી ખેલાડીઓ છે. શિવરામકૃષ્ણનને લાગે છે કે પંડ્યા ભારત માટે મહત્વપૂર્ણ છે અને જો તે નિયમિત બોલિંગ કરે તો તે ટીમ માટે મૂલ્યવાન ખેલાડી છે. તે સંપૂર્ણ ફિટ થઈ બોલિંગ શરૂ કરશે તો મને લાગે છે કે હાર્દિક ભારત માટે ચાવીરૂપ બનશે. લાંબા સમયે એક ઝડપી બોલર ઓલરાઉન્ડર મળ્યો છે. જે ટીમને ટીમને સંતુલિત બનાવે છે. અમારી પાસે ઝડપી બોલરો નથી જે સારી બેટિંગ કરી શકે.
ટેસ્ટ લેવલ પર પણ ફાસ્ટ બોલરોનો બેટથી કોઈ મોટો ફાળો નથી પરંતુ હાર્દિક તે કરી શકે છે. અને તે ઝડપી રન બનાવી શકે છે. તે વિરોધીઓને મુશ્કેલીમાં મુકી શકે છે. જો હાર્દિક સંપૂર્ણ રીતે ફીટ છે, તો તે ટીમનો મજુત ખેલાડી બની જાય છે.












Click it and Unblock the Notifications
