IPL 2022 : આગામી આઈપીએલમાં મેદાનમાં ઉતરનારી બે ટીમના આ નામ હશે!

આવતા વર્ષની IPL માટે બે નવી ટીમોની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઈએ આજે ​​સત્તાવાર જાહેરાત પણ કરી છે. આઈપીએલની આગામી સીઝનથી અમદાવાદ અને લખનૌની ટીમો પણ મેદાનમાં ઉતરશે.

આવતા વર્ષની IPL માટે બે નવી ટીમોની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઈએ આજે ​​સત્તાવાર જાહેરાત પણ કરી છે. આઈપીએલની આગામી સીઝનથી અમદાવાદ અને લખનૌની ટીમો પણ મેદાનમાં ઉતરશે.

ipl

આવતા વર્ષથી આઈપીએલમાં 8 ની જગ્યાએ 10 ફ્રેન્ચાઈઝી ભાગ લેશે. અમદાવાદની ટીમને સીવીસી કેપિટલ ગ્રૂપે ખરીદી છે, જ્યારે લખનૌને આરપી સંજીવ ગોએન્કા ગ્રૂપે ખરીદી છે. આરપી-સંજીવ ગોએન્કા ગ્રુપે લખનૌ ફ્રેન્ચાઇઝીને 7,090 કરોડ રૂપિયામાં ખરીદી હતી, જ્યારે સીવીસી કેપિટલે અમદાવાદની ટીમને 5,600 કરોડમાં ખરીદી છે.

અદાણી ગ્રુપ, ટોરેન્ટ અને માન્ચેસ્ટર યુનાઇટે પણ દુબઇમાં હરાજીમાં ભાગ લીધો હતો પરંતુ તેમની બોલી 5000 કરોડ સુધી પણ પહોંચી ન હતી. બીજી તરફ સંજીવ ગોએન્કા ગ્રુપે IPL ઈતિહાસની સૌથી મોટી બોલી લગાવીને લખનૌની ફ્રેન્ચાઈઝી ખરીદી લીધી છે. આ બંને ટીમો આવતા વર્ષથી આઈપીએલનો ભાગ બનશે. ઓલ કાર્ગો લોજિસ્ટિક્સ, અદાણી ગ્રૂપ, આરપી સંજીવ ગોએન્કા, ઉદય કોટક, ગ્લેઝર્સ, એચટી મીડિયા, ટોરેન્ટ ફાર્મા સહિતની અત્યાર સુધીની હરાજીમાં 9 બોલીનું મૂલ્યાંકન અને મંજૂરી આપવામાં આવી હતી. દુબઈ ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટીમની હરાજીમાં લગભગ 10 પક્ષોએ ભાગ લીધો હતો, જેમાં અમદાવાદ, લખનૌ, કટક, ધર્મશાલા, ગુવાહાટી અને ઈન્દોર આઈપીએલ ફ્રેન્ચાઈઝી માટે બોલી લગાવી હતી.

IPL 2022 માં 10 ટીમો થયા બાદ IPL 2022 માં મેચોની સંખ્યા 60 થી વધારીને 74 કરવી પડશે. હાલમાં દરેક ટીમને 7-7 મેચ રમવા મળે છે. પરંતુ ટીમો વધતા દરેક ટીમે 18 મેચ રમવાની થશે તો ટુર્નામેન્ટનો સમય વધી જશે. આ સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અસર થશે. લીગ મેચોની સંખ્યા 74 અથવા 94 હોઈ શકે છે. આગામી સિઝનમાં માત્ર 74 મેચ જ રમાશે. ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવશે.

આ અગાઉ, ડેક્કન ચાર્જર્સ, કોચી ટસ્કર્સ કેરળ, પુણે વોરિયર્સ ઇન્ડિયા, રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ અને ગુજરાત લાયન્સની ટીમો પણ આઇપીએલમાં હતી. તમામ ફ્રેન્ચાઈઝી વિવિધ કારણોસર બહાર થઈ ગઈ છે. ડેક્કન ચાર્જર્સ સનરાઇઝર્સ હૈદરાબાદમાં પરિવર્તિત થયું. રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ અને ગુજરાત લાયન્સ બે સિઝન માટે આવી હતા, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ડેક્કન ચાર્જર્સે બીજી IPL ટ્રોફી જીતી હતી, જ્યારે RPSG એકવાર ફાઇનલમાં પ્રવેશી હતી, જ્યાં તે મુંબઈ ઈન્ડિયન્સ સામે હારી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X