For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AIBAએ લગાવ્યો બોક્સર સરિતા દેવી પર એક વર્ષનો પ્રતિબંધ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 ડિસેમ્બર: ઇન્ટરનેશનલ બૉક્સિંગ એસોસિએશન (એઆઇબીએ)એ ભારતીય મહિલા બોક્સર સરિતા દેવી પર એક વર્ષનો પ્રતિબંધ અને એક હજાર સ્વિસ ફ્રેંકનો દંડ ફટકાર્યો છે. એક વર્ષના પ્રતિબંધથી સ્પષ્ટ છે કે સરિતા દેવી 2016ના રિયો ઓલિંપિકમાં ભાગ શકશે. ઇંચન એશિયાઇ રમતોમાં સેમીફાઇનલમાં વિવાદિત રીતે હાર્યા બાદ સરિતાએ પોડિયમ પર મેડલ લેવાની મનાઇ કરી દિધી. તેમણે આ અનુશસાનહીનતાની સજા એઆઇબીએએ આપી છે.

એઆઇબીએએ ભારતના વિદેશી બોક્સિંગ કોચ બી આઇ ફર્નાંડિસ પર પણ બે વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો છે, જે વિરોધના સમયે સરિતાની સાથે ઉભા રહ્યાં હતા. જો કે નેશનલ કોચ જી એસ સંધૂ પ્રતિબંધથી બચી ગયા છે. એઆઇબીએના નિર્ણયની જાણકારી બોક્સિંગ ઇન્ડિયાને આપવામાં આવી, જેણે આજે અહીં પત્રકાર પરિષદમાં તેના વિશે જણાવ્યું.

ઇંચન એશિયાઇ રમતોના સેમીફાઇનલમાં હાર્યા બાદ સરિતા દેવીને કાંસ્ય પદક મળ્યો હતો, પરંતુ જ્યારે તેમના ગળામાં મેડલ પહેરાવવાનો વારો આવ્યો તો તેમણે તેને પહેરવાની મનાઇ કરતાં મેડલ હાથમાં લઇ લીધો. ત્યારબાદ તેમણે પોતાનો મેડલ કોરિયાઇ ખેલાડી પાર્ક જીનાના ગળામાં પહેરાવવાનો પ્રયત્ન કર્યો. કોરિયાઇ ખેલાડીએ જ્યારે તેમનો મેડલ પરત કર્યો તો તેમણે મેડલને પરત વિનિંગ સ્ટેંડ પર રાખી દિધો. સેમીફાઇનલમાં પાર્ક જીના સામે તેમને પરાજીત જાહેર કરવામાં આવી હતી.

sarita-devi

તેમના આ વહેવારના લીધે એઆઇબીએ ખૂબ નારાજ હતું અને તેને સરિતા દેવીને સજા આપવાનું નક્કી કરી લીધું હતું. જો કે પછી વિવાદ વધતાં સરિતા દેવીએ પોતાનો મેડલ સ્વિકાર કરી લીધો હતો અને પોતાના વહેવાર માટે માફી માંગી હતી. ભારતમાં સરિતા દેવીને આજીવન પ્રતિબંધથી બચાવવા માટે સચિન તેંડુલકર સહિત અનેક ખેલાડી સામે આવ્યા હતા. રમત ગમત મંત્રી સર્વાનંદ સોનોવાલે પણ સરિતા દેવીને આજીવન પ્રતિબંધથી બચાવવા માટે પહેલ કરી હતી. ત્યારબાદ આજે એઆઇબીએનો આ ફેંસલો આવ્યો છે.

બોક્સિંગ ઇન્ડિયાના અધ્યક્ષ સંદીપ જાજોદિયાએ એઆઇબીએના નિર્ણયનો સ્વિકાર કરી લીધો છે. તેમણે કહ્યું કે 'એવી આશંકા હતી કે સરિતા દેવી પર આજીવન પ્રતિબંધ લગાવવામાં આવશે અને બોક્સિંગ ઇન્ડિયાએ સતત પ્રયત્ન કર્યો હતો કે આમ ન થાય. અમે એઆઇબીએને જણાવવાનો પ્રયત્ન કર્યો કે સરિતા દેવી અનુશાસિત ખેલાડી છે. ઇંચનમાં જે થયું, તે ભાવનાત્મક પ્રતિક્રિયા હતી. અમે તેની પ્રશંસા કરીએ છીએ કે એઆઇબીએ નિયમો હેઠળ કામ કરે છે. અમે તેના જવાબમાં માથું માર્યું હતું. અમે સરકાર પાસે સહકારનો અનુરોધ કર્યો હતો, જે સરકારે કર્યો.'

English summary
Boxer Sarita Devi, who had refused to accept her Asian Games bronze medal, was today banned for one year by the world body AIBA, putting an end to the prolonged suspense over her fate following the controversial protest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X