Asian Games 2023: ભારતીય વૉલીબૉલ ટીમે 10 વર્ષમાં પહેલી વાર દ. કોરિયાને હરાવી ઈતિહાસ રચ્યો, ગ્રુપમાં આવી ટૉપ પર

Asian Games 2023: ભારતીય પુરુષ વૉલીબૉલ ટીમનું જોરદાર પ્રદર્શન ચાલુ છે. ટીમ ઈન્ડિયાએ 2018 એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર દક્ષિણ કોરિયાને હરાવી દીધુ. ગ્રુપ સીની આ મેચમાં ભારતીય ટીમે 3-2થી જીત મેળવી હતી.

આ ગ્રુપમાં ભારતીય ટીમ ટૉપ પર છે. ભારતીય ટીમે બંને મેચ જીતી છે. ભારતે દસ વર્ષમાં પહેલી વાર કોરિયાને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. એશિયન ગેમ્સમાં ભારતની પુરુષ વૉલીબૉલ ટીમે દક્ષિણ કોરિયાને હરાવીને અપસેટ સર્જ્યો હતો.

Asian Games 2023

ભારતીય વૉલીબલ ટીમે કોરિયાને પાંચ સેટની રોમાંચક મેચમાં હરાવીને ગ્રુપમાં ટોચના સ્થાને રહીને એશિયન ગેમ્સના નૉકઆઉટ સ્ટેજમાં જગ્યા બનાવી લીધી છે. આગામી રાઉન્ડમાં ભારતનો મુકાબલો તાઈવાન અથવા મંગોલિયા સામે થશે.

ભારતીય વોલીબોલ ટીમે ગ્રુપ સીની અંતિમ મેચમાં દક્ષિણ કોરિયાને બે કલાક અને 38 મિનિટમાં 3-2થી હરાવ્યું હતું. ભારતે આ મેચ 25-27, 29-27, 25-22, 20-25, 17-15થી જીતી હતી. ભારત માટે અમિત ગુલિયા અને અશ્વલ રાયે શાનદાર પ્રદર્શન કર્યું. ભારત પાંચ પોઈન્ટ સાથે ગ્રુપમાં ટોચ પર છે.

તમને જણાવી દઈએ કે ભારતે1986માં એશિયન ગેમ્સમાં વૉલીબૉલમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. ઇન્ડોનેશિયાના જાકાર્તામાં યોજાયેલી છેલ્લી એશિયન ગેમ્સમાં ભારતીય ટીમ 12માં સ્થાને રહી હતી. આ વખતે ચીનમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતીય ટીમનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X