ઈન્ડિયા-ન્યૂઝિલેન્ટ T20 સિરિઝમાં પ્રેક્ષકોને મંજુરી, ઈડન ગાર્ડનમાં 70 ટકા ટિકિટ વેચાશે!
UAEમાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપ બાદ તરત જ ન્યૂઝીલેન્ડની ટીમ ભારતમાં દ્વિપક્ષીય શ્રેણી રમવા પ્રવાસ કરશે. આ દરમિયાન ટી20 સિરીઝની ત્રીજી મેચ (21 નવેમ્બર 2021) ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાશે.
નવી દિલ્હી : UAEમાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપ બાદ તરત જ ન્યૂઝીલેન્ડની ટીમ ભારતમાં દ્વિપક્ષીય શ્રેણી રમવા પ્રવાસ કરશે. આ દરમિયાન ટી20 સિરીઝની ત્રીજી મેચ (21 નવેમ્બર 2021) ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાશે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ આ મહત્વપૂર્ણ મેચને લઈને 70 ટકા દર્શકોને સ્ટેડિયમમાં મેચ જોવાની મંજૂરી આપી શકે છે. આ પ્રવાસમાં ન્યૂઝીલેન્ડની ટીમ ભારત સામે 3 મેચની T20 અને 2 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. શ્રેણીની છેલ્લી મેચ કોલકાતાના આ ઐતિહાસિક મેદાન પર રમાશે. શુક્રવારે પશ્ચિમ બંગાળ સરકારે 70 ટકા દર્શકોની હાજરી સાથે સ્ટેડિયમમાં CAB ને આયોજન કરવાની મંજૂરી આપી છે.

નોંધનીય છે કે, ઈડન ગાર્ડન્સ મેદાન પર 2019 થી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ નથી, તેથી રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલી આ માર્ગદર્શિકા ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ માટે ખૂબ જ સારા સમાચાર છે. ઈડન ગાર્ડનની વાત કરીએ તો તેની પાસે 68,000 પ્રેક્ષકોને હોસ્ટ કરવાની ક્ષમતા છે. જો CAB 70 ટકા પ્રેક્ષકો સાથે મેચનું આયોજન કરે તો ભારત-ન્યૂઝીલેન્ડ મેચને સ્ટેન્ડમાં લગભગ 47 થી 48 હજાર દર્શકો જોઈ શકશે.
ભારતની પ્રથમ ઐતિહાસિક પિંક બોલ ટેસ્ટ મેચ છેલ્લે ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી, જેમાં નવેમ્બર 2019માં ભારતે બાંગ્લાદેશ સામેની મેચ જીતી હતી. ઈડન ગાર્ડન્સ મેદાનને IPL 2021ની મેચની યજમાની પણ આપવામાં આવી હતી, પરંતુ કોરોના વિસ્ફોટ બાદ ટૂર્નામેન્ટને અધવચ્ચે જ અટકાવવી પડી હતી.
CAB પ્રમુખ અવિશેક દાલમિયાએ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી T20 મેચ વિશે વાત કરતા કહ્યું કે સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ અમે BCCIની પરવાનગીની રાહ જોઈ રહ્યા છીએ.
તેમને કહ્યું કે, હવે અમને રાજ્ય સરકાર તરફથી દર્શકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી મળી ગઈ છે, અમને આશા છે કે બીસીસીઆઈ પણ તે મુજબ (70 ટકા) પ્રવેશને મંજુરી આપશે. અમારા પિચ ક્યુરેટર સુજન મુખર્જીએ પિચ અને આઉટફિલ્ડને તૈયાર રાખવા માટે કામ શરૂ કરી દીધું છે. અમને વિકેટ પર બાઉન્સ મળશે અને આશા છે કે અહીં સારી ક્રિકેટ જોવા મળશે. અમને મહિલા ક્રિકેટ ટીમની મેચોથી પણ આઈડીય મળશે.
નોંધનીય છે કે, IPLની રદ થયેલી મેચો ઉપરાંત ઈડન ગાર્ડન્સ માર્ચ 2020માં રમાનારી ODI સિરીઝની એક મેચનું પણ આયોજન કરી રહ્યું હતું, પરંતુ કોરોના વાયરસના કારણે આ સિરીઝ રદ કરવામાં આવી હતી. આ સાથે જ કોલકાતાના દર્શકોનો તેમના શહેરમાં મેચ જોવાની ઈંતજાર વધી ગયો છે.












Click it and Unblock the Notifications
