AUS vs SA Semi Final : ફાઈનલમાં ઈન્ડિયા વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા ચૌથી વખત સેમીફાઈનલ હાર્યુ
ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલો સેમિફાઈનલ મુકાબલો રોમાંચક મુકામ પર પહોંચ્યા બાદ ઓસ્ટ્રેલિયાએ બાજી મારી લીધી છે.
શાનદાર મુકાબલમાં ઓછો સ્કોર હોવા છત્તા સાઉથ આફ્રિકાએ શાનદાર ટક્કર આપી. જો કે સાઉથ આફ્રિકા તેનું પહેલી વખત ફાઈનલ રમવાનું સપનું પુરૂ ન કરી શક્યુ.

લો સ્કોર મેચમાં એક સમયે લાગતુ હતું કે ઓસ્ટ્રેલિયા આસાનીથી જીતી જશે, જો કે સાઉથ આફ્રિકન બેટ્સમેને ટીમના બેટ્સમેનોએ જોર લગાવ્યુ અને મુકાબલો 48મીં ઓવર સુધી પહોંચ્યો.
213 રનનો ટાર્ગેટ પાર કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત સારી રહી અને ઓપનિંગ જોડીએ પહેલી વિકેટ માટે 60 રન બનાવ્યા. જો કે આ પછી ટીમ લડખડાતી નજર આવી.
એક તરફ વિકેટ પડતી રહી તેમ છત્તા પણ ઓસ્ટ્રેલિયાએ ધીરે ધીરે રન રનાવીને મેચ પોતાના ક્બ્જામાં લઈ લીધી.
ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડે સૌથી વધુ 62 રન બનાવ્યા. આઓ સિવાય સ્ટીવ સ્મીથ અને ડેવિડ વોર્નરે 30 અને 29 રન બનાવ્યા. આમ ઓસ્ટ્રેલિયાએ મેચને 3 વિકેટ જીતી લીધી.












Click it and Unblock the Notifications
