ઓસ્ટ્રેલિયા સામેનો પરજાય મોંઘો પડ્યોઃ ધોની

ધોનીએ ટીમનો બચાવ કરતા કહ્યું કે જો ઓવરઓલ જોવામાં આવે તો અમારું પ્રદર્શન સંતોષજનક રહ્યું છે, પરંતુ સેમીફાઇનલમાં સ્થાન ના બનાવી શક્યા, જે અમારી માટે દુર્ભાગ્યપૂર્ણ છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પોતાના ગેમ પ્લાન અંગે ધોનીએ કહ્યું કે, અમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવા ઇચ્છતા હતા, જેથી અમને જે પણ લક્ષ્ય મળે તેને 16-17 ઓવરમાં હાંસલ કરી લઇએ પરંતુ અમારે પહેલાં બેટિંગ કરવી પડી.
ધોનીએ સપાટ પીચની ટીકા કરી છે. ધોનીના મત મુજબ સપાટ વિકેટ પર બોલર રનને બનતા રોક શકતા નથી, જ્યારે ઝડપી પીચ પર અમારા સીમરોને મદદ મળે છે, જેના કારણે અમે દક્ષિણ આફ્રિકામાં રમાયેલા પહેલા વિશ્વકપમાં જીત મળી હતી.
વિશ્વકપમાં કેટલીક મેચોમાં સેહવાગ અને ઝહીર ખાનને ડ્રોપ કરવામાં આવ્યા તે અંગેના પ્રશ્ન પર ધોનીએ કહ્યું કે, જ્યારે તમે હારો છો ત્યારે તમને આ પ્રકારના પ્રશ્નો કરવામાં આવે છે. જ્યારે અમે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં સતત બે ટેસ્ટ શ્રેણી હાર્યા હતા ત્યારે પણ આ જ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આપણે વાસ્તવિકતાને સમજવી જોઇએ અને જે પણ સત્ય હોય તેનો સ્વિકાર કરવો જોઇએ. ધોનીએ બેટિંગલાઇનમાં કરવામાં આવેલા બદલાવોને હારનું કારણ માનવાથી ઇન્કાર કરી દીધો.












Click it and Unblock the Notifications
