ઓસ્ટ્રેલિયન મીડિયા સામે BCCIનું કડ વલણ, પિચના ફોટો લેવા પર પ્રતિબંધ મુક્યો
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાવાની છે. બંને ટીમના ખેલાડીઓએ અહીં પ્રેક્ટિસ કરી રહ્યા છે ત્યારે BCCIએ કડક નિર્ણય લીધો છે.
નવી દિલ્હી : બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શરૂ થાય તે પહેલા જ ઓસ્ટ્રેલિયન મીડિયાએ નાગપુરની પીચને લઈને મોટો વિવાદ કર્યો હતો. ઓસ્ટ્રેલિયન મીડિયા સહિત ત્યાંના પૂર્વ ક્રિકેટરોએ પણ ભારત પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જેને લઈને નાગપુરની પીચ પર સવાલો ઉઠ્યા હતા. હવે આ મુદ્દે બીસીસીઈએ એક્શન લીધી છે.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાવાની છે. બંને ટીમના ખેલાડીઓએ અહીં પ્રેક્ટિસ કરી રહ્યા છે ત્યારે BCCIએ કડક નિર્ણય લીધો છે. નાગપુર પિચની ટીકા કરી રહેલા ઓસ્ટ્રેલિયન મીડિયાને દિલ્હીની પિચથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયન મીડિયાને ફોટોગ્રાફ્સ લેવા પર પણ પ્રતિબંધ મુક્યો છે.
BCCIના આ નિર્ણય પર ઓસ્ટ્રેલિયા મીડિયાએ નારાજગી વ્યક્ત કરી છે. ફોક્સ ક્રિકેટના અહેવાલ મુજબ બોર્ડર-ગાવસ્કર શ્રેણીની બીજી મેચ માટે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ક્યુરેટર્સ ઓસ્ટ્રેલિયન મીડિયાને મંજૂરી આપી રહ્યા નથી. BCCI દ્વારા ક્યુરેટરને પિચ પર પ્રતિબંધ મૂકવાની સૂચના આપવામાં આવી છે. બીસીસીઆઈના આ પગલાથી ઓસ્ટ્રેલિયન મીડિયા નિરાશ છે.
બીજી તરફ અહેવાલો અનુસાર, બીજી ટેસ્ટમાં દિલ્હીની પીચ બેટ્સમેનોને ફાયદો કરાવી શકે છે. અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમની પીચ હંમેશા બેટ્સમેનોને મદદરૂપ રહી છે. આ સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં પણ બેટ્સમેન આ પીચનો ફાયદો ઉઠાવી શકે છે. ટૂંકી અને ઝડપી બાઉન્ડ્રીના કારણે અહીં મોટો સ્કોર બનાવવો સરળ છે. ફાસ્ટ બોલરોને આ પીચમાંથી વધુ મદદ મળવાની આશા નથી. જ્યારે આ પીચ પર સ્પિનરો ફરી એકવાર મેચ વિનર સાબિત થઈ શકે છે.












Click it and Unblock the Notifications
