સચિનના સન્માન પર ઓસ્ટ્રેલિયાઈ સાંસદે ઉઠાવ્યા સવાલ

મીડિયા અહેવાલો અનુસાર અપક્ષીય રોબ ઓકશાટે આ સ્ટાર ક્રિકેટર પ્રત્યે પોતાની સહાનુભુતિ દર્શાવી છે, પરંતુ સાથે સાથે ખેદ પણ વ્યક્ત કર્યો હતો કે વિશેષ સમ્માનનો ઉપયોગ રાજનૈતિક લાભ ખાટવા ના કરવો જોઇએ.
તેમણે જણાવ્યું કે 'હું સચિન તેંડુલકરને પસંદ કરુ છું, મને પણ ક્રિકેટ ગમે છે, પરંતુ આપ આને નરમ કૂટનીતિ કહી શકાય. જેની સામે મને વાંધો છે કે આવું કરવા ઓસ્ટ્રેલિયાઇ સમ્માનનો ઉપયોગ કરાયો છે.'
ઓકશાટે જણાવ્યું કે 'આર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા માત્ર સામુદાયિક કાર્યોમાં યોગદાન આપનાર ઓસ્ટ્રેલિયાઇ નાગરિકોને આપવું જોઇએ. હું આના માટે હાયહાય નથી કરી રહ્યો, પરંતુ સમ્માનિતોની સૂચિમાં માત્ર ઓસ્ટ્રેલિયાઇ નાગરિકોનું નામ હોવું જોઇએ, કારણ કે આ તેમની અખંડતા સાથે જોડાયેલ મુદ્દો છે.'












Click it and Unblock the Notifications
