IPL ફ્રેન્ચાઇસી માટે BCCIએ નવા ટેન્ડર બહાર પાડ્યા

આ માટે બીસીસીઆઇએ અગ્રણી સમાચાર પત્રોમાં જાહેરાત આપી છે. જેમાં બીસીસીઆઇએ જણાવ્યું છે કે આ ટેન્ડર અનુસાર ટીમ ખરીદનારા બોલીદાતાને નવી ટીમની માલિકી અને તેના સંચાલનના અધિકાર આપવામાં આવશે. આ ટીમ વર્ષ 2013 અને તે પછીની કોઇ પણ ટી20 ચેમ્પિયન્સ લીગમાં ભાગ લઇ શકશે.
આ બોલી 12 શહેરો અમદાવાદ, કટકસ ધર્મશાળા, ઇંદોર, હૈદરાબાદ, કાનપુર, કોચીન, નાગપુર, નોઇડા, રાજકોટ, રાંચી અને વિઝાગથી આમંત્રિત કરવામાં આવી છે. આ અંગેની બોલી 25 ઑક્ટોબર, 2012, ગુરુવારના રોજ ભારતીય સમય અનુસાર બપોરે 12 વાગ્યા સુધીમાં જમા થવી જોઇએ. વિજયી ટેન્ડરની બોલીની જાહેરાત ટેન્ડર અનુસાર જાહેર કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
