લલિત મોદીને પ્રમુખ તરીકે ચૂંટવાની સજા : RCA સસ્પેન્ડ
જયપુર, 6 મે : બોર્ડ ઓફ ક્રિકેટ કન્ટ્રોલ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)એ મંગળવારે રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનને બરતરફ કર્યું છે. આ નિર્ણય આરસીએ દ્વારા લલિત મોદીને પ્રમુખ તરીકે ચૂંટ્યા બાદ આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે મોદી સામે મુકાયેલા પ્રતિબંધને દૂર કર્યા બાદ બીસીસીઆઈના પૂર્વ પ્રમુખ લલિત મોદી અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના સ્થાપક અને પૂર્વ અધ્યક્ષ લલિત મોદીને આજે સત્તાવાર રીતે રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જાહેર કરવામાં આવ્યા છે.

પોતાના જીવન પર જોખમ હોવાને કારણ હાલ યુનાઇટેડ કિંગડમમાં રહેતા લિલત મોદીને 19 ડિસેમ્બર, 2013ના રોજ યોજાયેલી ચૂંટણી બાદ છેક આજે આરસીએના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા હોવાની જાહેરાત કરવામાં આવી છે.
એસોસિએશનની ચૂંટણીઓ 19 ડિસેમ્બર 2013માં જ યોજાઈ હતી. પરંતુ બીસીસીઆઈએ મોદીના ચૂંટણી લડવાના અધિકારોને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા હતા. જે બાદથી ચૂંટણીના પરિણામો કોર્ટે અનામત રાખ્યા હતા. કોર્ટે આજે પરિણામોની જાહેરાત કરતા મોદીને રાજસ્થાન ક્રિકેટ અસોસિએશનના પ્રમુખ ગણાવ્યા છે.
આ સાથે સુપ્રીમ કોર્ટે મોદીના ચૂંટણી લડવાને જાહેરમાં મૂક્યો છે. કોર્ટે કહ્યું છે કે બીસીસીઆઈ કે અન્ય કોઈ સંસ્થા ઇચ્છે તો આ ચૂંટણીઓને પડકારી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગત માસે જ પરિણામો જાહેર કરવાનો નિર્ણય કરાયો હતો.
બીસીસીઆઈની વકીલ સીએ સુન્દરમે સીએનએન-આઇબીએનને કહ્યું કે જો રાજસ્થાન ક્રિકેટ અસોસીએશન આ નિર્ણય પર આગળ વધશે તો બોર્ડ આ સામે કડક પગલાં ભરશે કારણ કે મોદી પર બીસીસીઆઈના આજીવન પ્રતિબંધ મૂક્યો છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો









Click it and Unblock the Notifications
