પૃથ્વી શૉની જીંદગીમાં ખૂબસુરતીની દસ્તક, જાણો કોણ છે આ ખૂબસુરત હસીના?
ભારતીય ટીમના બેટ્સમેન પૃથ્વી શૉ તેની લવ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. હવે ફરી એક વખત પૃથ્વી સોશિયલ મીડિયા પર છવાયેલો છે. તેને શેર કરેલા એક ફોટોએ પૃથ્વીને ચર્ચામાં લાવી દીધો છે.
ભારતીય ટીમના બેટ્સમેન પૃથ્વી શૉ તેની લવ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. હવે ફરી એક વખત પૃથ્વી સોશિયલ મીડિયા પર છવાયેલો છે. તેને શેર કરેલા એક ફોટોએ પૃથ્વીને ચર્ચામાં લાવી દીધો છે. હાલમાં જ પૃથ્વી શૉએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. હવે આ ફોટો ચર્ચાએ ચડ્યો છે.

કોણ છે હસીના?
પૃથ્વી શૉએ થોડા દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેના ફોટો સાથે એક છોકરીનું નામ દેખાઈ રહ્યું હતું. આ છોકરીનું નામ નિધિ તાપડિયા છે.

બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે?
ફોટો શેર કર્યા બાદ અફવા છે કે, પૃથ્વી શૉ અને નિધિ તાપડિયા બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

નિધિ તાપડિયાને ફોટો ક્રેડીટ આપી
પૃથ્વી શૉએ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટાની ક્રેડિટ નિધિ તાપડિયાને પણ આપી છે. પૃથ્વી શૉએ નિધિ તાપડિયાના નામ આગળ હાર્ટ ઇમોજી પણ શેર કર્યુ હતું.

નિધિ તાપડિયા એક મોડલ અને એક્ટર છે
નિધિ તાપડિયા એક મોડલ અને એક્ટર છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. નિધિ તાપડિયાના ઈન્સ્ટા પર 102K ફોલોઅર્સ છે.
આ પહેલા પૃથ્વી પ્રાચી સિંહને ડેટ કરતો હતોવાત એવી પણ હતી કે આ પહેલા પૃથ્વી શૉ પહેલા અભિનેત્રી પ્રાચી સિંહને ડેટ કરી રહ્યો હતો. 2020માં પણ બંને વચ્ચે અફેર હોવાના સમાચાર આવ્યા હતા. તેમની નિકટતાનો અંદાજ તેમની સોશિયલ મીડિયા એક્ટિવિટીઝ પરથી લગાવી શકાય છે, પરંતુ હવે બંનેએ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે.












Click it and Unblock the Notifications
