For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિવાબા પહેલા ક્રિકેટ સાથે જોડાયેલી આ હસ્તીઓ ચૂંટણી લડી ચુકી છે.

હાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે. તમામ પક્ષો ઉમેદવારોની જાહેરાત કરી છે. હાલમાં જ બીજેપીએ પણ તેના 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં બીજેપીએ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાના નામની જાહેરાત કરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

હાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે. તમામ પક્ષો ઉમેદવારોની જાહેરાત કરી છે. હાલમાં જ બીજેપીએ પણ તેના 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં બીજેપીએ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાના નામની જાહેરાત કરી છે. રિવાબા જામનગર ઉત્તરથી ચૂંટણી લડશે. જો કે આ પહેલી વખત નથી, આ પહેલા પણ ક્રિકેટ સાથે જોડાયેલી ઘણી હસ્તીઓ ચૂંટણી લડી ચુકી છે.

કિર્તી આઝાદ

કિર્તી આઝાદ

ભારતીય ક્રિકેટ ટીમના પુર્વ ઓલરાઉન્ડર કિર્તી આઝાદ 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતા. કિર્તી આઝાદ લાંબો સમય બીજેપીમાં રહ્યા બાદ કોંગ્રેસમાં જોડાયા હતા.

ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર

એક સમયના ભારતીય ટીમના ઓપનર અને સફળ ક્રિકેટર ગૌતમ ગંભીર પણ ચૂંટણી લડી ચૂક્યા છે. ગૌતમ ગંભીર 2019 માં બીજેપી જોઈન કરી રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો અને લોકસભામાં જીતીને સંસદભવન પહોંચ્યા હતા. ગૌતમ ગંભીર 2007 ટી20 વર્લ્ડકપ અને 2011 વનડે વર્લ્ડકપ જીતનારી ટીમનો ભાગ રહી ચુક્યા છે.

મોહમ્મદ અઝરુદ્દીન

મોહમ્મદ અઝરુદ્દીન

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીન પણ રાજકારણ ઉતરી ચુક્યા છે. અઝરુદ્દીન 2009માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. 2009ની લોકસભા ચૂંટણીમાં તેઓ ઉત્તર પ્રદેશની મુરાદાબાદ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.

નવજોત સિંહ સિદ્ધુ

નવજોત સિંહ સિદ્ધુ

પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુની ગણતરી મોટા નેતાઓમાં થાય છે. સિદ્ધુ 2004માં ભાજપમાં જોડાયા હતા. સિદ્ધુ સતત 10 વર્ષ સુધી લોકસભાના સાંસદ રહ્યા છે. સતત 13 વર્ષ ભાજપમાં રહ્યા બાદ સિદ્ધુ 2017માં કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ પંજાબ કોંગ્રેસ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.

રિવાબા જાડેજા

રિવાબા જાડેજા

રિવાબા જાડેજા 2019માં લોકસભા ચૂંટણી પહેલા બીજેપીમાં જોડાયા હતા. આ સિવાય રિવાબા કરણી સેનાના નેતા પણ રહી ચુક્યા છે. હવે બીજેપીએ રિવાબાને જામનગર ઉત્તર વિધાનસભા સીટની ચૂંટણી લડાવવાની જાહેરાત કરી છે.

English summary
Before Riwaba, these celebrities associated with cricket have contested elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X