પેરિસ ઓલિમ્પિક પહેલા અંતિમ પંઘાલ ટેન્શનમાં, જાણો શું છે પુરો મામલો?
વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતા રેસલર અંતિમ પંઘાલના અંગત કોચ અને અન્ય સપોર્ટ સ્ટાફ હજુ સુધી પેરિસ માટે વિઝા મેળવી શક્યા નથી, જે તેની ઓલિમ્પિક તૈયારીઓને અસર કરી શકે છે.
અહેવાલો અનુસાર, અંતિમના કોચ ભગત સિંહ, સાથી વિકાસ, મસાજર નિશા અને ફિઝિયો હીરા મંડલુરુ વિઝા પ્રક્રિયા શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે.

ભગત સિંહે કહ્યું કે, તેઓ મંગળવારે શિવાજી મેટ્રો સ્ટેશન કોમ્પ્લેક્સ સ્થિત વિઝા સુવિધા કેન્દ્રમાં ગયા હતા, પરંતુ તેમને કહેવામાં આવ્યું હતું કે દૂતાવાસના સત્તાવાર પત્ર વગર તેમનું બાયોમેટ્રિક્સ થઈ શકશે નહીં.
સૂત્રો અનુસાર, ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) વતી દૂતાવાસને ગેમ્સ માટે પ્રવાસ કરી રહેલા પ્રતિનિધિમંડળ માટે વિઝાની સુવિધા આપવા માટે એક પત્ર મોકલવાનો હતો, પરંતુ અંતિમના સપોર્ટ સ્ટાફના કિસ્સામાં આવું કરવામાં આવ્યું નથી.
ભગત સિંહે કહ્યું કે, જ્યારે અમે પહેલીવાર 11 જુલાઈના રોજ વિઝા સુવિધા કેન્દ્રમાં ગયા ત્યારે અમને કહેવામાં આવ્યું કે અમારે ફ્લાઈટ ટિકિટ, રહેઠાણની વિગતો અને અમારા રોકાણનો સમયગાળો દર્શાવતા દસ્તાવેજો લાવવા પડશે.
તેમણે કહ્યું કે, મંગળવારે અમે તમામ વિગતો સાથે ફરીથી કેન્દ્રમાં ગયા પરંતુ અધિકારીએ અમારા બાયોમેટ્રિક્સ લેવાનો ઇનકાર કર્યો. અમે IOAનો સંપર્ક કર્યો તો અમને કહેવામાં આવ્યું કે આ ટૂંક સમયમાં કોન્સ્યુલેટને મોકલવામાં આવશે, વિઝા મેળવવામાં વિલંબની અસર અંતિમ તાલીમ પર પડી રહી છે.
તેમણે કહ્યું કે, હવે અમને 2 ઓગસ્ટનો સમય આપવામાં આવ્યો છે અને અમારી પેરિસની ફ્લાઈટ 3 ઓગસ્ટે બપોરે છે. અંતિમ ઓછામાં ઓછા 10 દિવસ અગાઉ પેરિસ જવાના હતા પરંતુ તેમણે તેના સપોર્ટ સ્ટાફ સાથે મુસાફરી કરવાનું પસંદ કર્યું.
જણાવી દઈએ કે, ગયા સપ્ટેમ્બરમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ બાદમાં તેણે 53 કિગ્રામાં ભારત માટે પેરિસ ક્વોટા જીત્યો હતો.












Click it and Unblock the Notifications
