મગજ શાંત રાખીને બેટીંગ કરવાથી જીત મળી: વિરાટ કોહલી

વિરાટે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ હારનો સામનો કર્યા પછી આ મેચ અમારા માટે મહત્વપૂર્ણ હતી. ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે અમે જીતની શોધમાં હતા. ગૌતમ ગંભીર પ્રથમ ઓવરમાં આઉટ થઇ ગયા પછી વિરાટ કોહલીએ વીરેન્દ્ર સહેવાગની 74 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ યુવરાજ સિંહની સાથે 54 રનની ભાગીદારે કરી ટીમને જીત અપાવવામાં સફળતા મેળવી હતી.
વિરાટ કોહલીએ બે વર્ષમાં પોતાના પ્રદર્શનના કારણે ભારતીય ટીમના બેટીંગ ક્રમના ધરી બની ગયો છે. આ વર્ષે વિરાટ કોહલીએ ભારતીય બેસ્ટમેનો દ્રારા બનાવવામાં આવેલા રનોમાં 25 ટકા રન તેના પોતાના છે.












Click it and Unblock the Notifications
