For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેસી રચી શકશે ઇતિહાસ અને કરી શકશે મૅરાડોનાની બરોબરી?

મેસી રચી શકશે ઇતિહાસ અને કરી શકશે મૅરાડોનાની બરોબરી?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
આ વર્લ્ડકપમાં મેસી છ મૅચ રમ્યા છે અ તેમાંથી ચારમાં તેઓ મૅન ઑફ ધ મૅચ રહ્યા છે

ફિફા વર્લ્ડકપ ફૂટબૉલની ફાઇનલ આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે રમાવાની છે. આ મૅચનું પરિણામ ભલે જે આવે, પરંતુ વર્લ્ડકપ ફૂટબૉલમાં લિયોનેલ મેસીની સફર અહીં જ ખતમ થઈ જશે. મને જાણું છું કે તેમના વગર ફૂટબૉલનો આનંદ અમુક અંશે ઘટી જશે.

રવિવારે રમાનારી ફાઇનલમાં ભલે ગમે તે થાય, પરંતુ અત્યાર સુધી મેસીએ પોતાના પ્રદર્શનથી સમગ્ર વિશ્વના ફૂટબૉલપ્રેમીઓનાં મનમાં પોતાનું એક મજબૂત સ્થાન બનાવી લીધું છે.

ક્રોએશિયા વિરુદ્ધ જીત બાદ એક સુંદર ક્ષણ ત્યારે આવી જ્યારે એક રિપોર્ટરે મેસીને કહ્યું કે તમે દરેકના જીવનને પ્રભાવિત કર્યું છે, તે ફ્રાંસ વિરુદ્ધની મૅચમાં જીત મેળવી વર્લ્ડકપ જીતવાની સ્થિતિ કરતાં પણ વધુ મહત્ત્વપૂર્ણ છે.

એ રિપોર્ટરે બિલકુલ સાચું કહ્યું હતું.

લોકો પણ કહે છે કે હું મેસીની ઘણી વાતો કરું છું પરંતુ આના માટે મારે માફી માગવાની થતી નથી, કારણ કે મેસીને રમતા જોવા એ મારા માટે પાછલા બે દાયકામાં આનંદભર્યો અનુભવ રહ્યો છે.

35 વર્ષના મેસી હવે લાંબા સમય સુધી નહીં રમી શકે, આવી પરિસ્થિતિમાં આપણે તેઓ રમે તે તમામ ક્ષણોનો આનંદ માણવો જોઈએ.

આ વર્લ્ડકપમાં મેસીએ છ મૅચ રમી છે અને તે પૈકી ચારમાં તેઓ મૅન ઑફ ધ મૅચ રહ્યા છે. તેમણે પોતાની ટીમ તરફથી પાંચ ગોલ કર્યા છે અને ત્રણ ગોલ કરવામાં મદદ કરી છે.

ગ્રે લાઇન

ગોલ અને તે માટે મદદ માટે બેમિસાલ

ફૂટબૉલ

મેસી ટુર્નામેન્ટમાં સૌથી અલગ ખેલાડી તરીકે જોવા મળ્યા છે. રમતના મેદાનમાં ઘણી વાર એવું જોવા મળ્યું છે કે તેમને ત્રણ-ચાર ખેલાડીઓએ ઘેરી રાખ્યા છે, તે સમયે એવું લાગે છે કે તેઓ આ ઘેરામાંથી નીકળી નહીં શકે પરંતુ તેઓ હંમેશાં આ ધારણાને ખોટી પાડીને બહાર નીકળી આવે છે.

હું ઘણી વાર કહી ચૂક્યો છું કે તેઓ અત્યાર સુધીના સૌથી મહાન ખેલાડી છે. આવું હું તેમની ગોલની સંખ્યાને લીધે નથી કહેતો પરંતુ તેમના વિઝન, તેમની જાગૃતિ અ તેમની નિર્ણય લેવાની ક્ષમતાના કારણે કહું છું.

એવું લાગે છે કે તેઓ રમી નથી રહ્યા પરંતુ રમતને ઉપરથી જોઈ રહ્યા છે.

આ વર્લ્ડકપમાં પણ જ્યારે જ્યારે બૉલ તેમની નજીક આવ્યો છે, લોકોની નજરો તેમના પર ટકી જાય છે. લોકોને તેમના જાદુનો ઇંતેજાર હોય છે અને દરેક વખત તેઓ આશાઓ પર ખરા ઊતરે છે.

તેમને રમતા જોઈને તો ઘણી વાર શ્વાસ અટકી જાય છે. કંઈક આવો જ અનુભવ ત્યારે હતો જ્યારે તેમણે શાનદાર રીતે ડ્રિબ્લિંગ કરતાં નેધરલૅન્ડ્સ વિરુદ્ધ ગોલ કરવા માટે તેમણે સટીક પાસ આપ્યો કે પછી મૅક્સિકો વિરુદ્ધ ખૂબસૂરતી સાથે ગોલ કર્યો, આ ગોલથી જ આર્જેન્ટિનાની કિસ્મત વર્લ્ડકપ 2022માં બદલાઈ છે.

સેમિફાઇનલમાં તેમણે જુલિયન અલ્વારેઝને જે પ્રકારે ગોલ કરવા માટે પાસ આપ્યો, એ પણ અવિશ્વસનીય જ ક્ષણ હતી.

આંખના પલકારા જેટલા સમયમાં ન માત્ર મેસી વિશ્વની સૌથી મજબૂત રક્ષાપંક્તિને ભેદે છે પરંતુ એ પણ વિચારી લે છે કે હવે આગળ શું કરવાનું છે અને બૉલ અલ્વારેઝ તરફ ધપાવી દે છે.

ગ્રે લાઇન

મેસીનું એક્સ ફૅક્ટર

ગોલ કરવામાં પારંગત છે મેસી

મેસીએ પાછલાં ઘણાં વર્ષોમાં એવું સાબિત કર્યું છે કે તેઓ એક અવિશ્વસનીય ખેલાડી છે.

જો તમે એમને માત્ર આ જ વર્લ્ડકપમાં રમતા જોયા હોય તેમ છતાં પણ તમને એ વાતનો વિશ્વાસ આવી શકે છે કે તેઓ એક વિશિષ્ટ ખેલાડી છે અ આધુનિક સમયમાં તેમની આસપાસ કોઈ અન્ય ખેલાડી નથી.

જ્યારે કોઈ એક ખેલાડીની બીજા ખેલાડી સાથે તુલના કરવાની હોય છે ત્યારે આપણે માપદંડ તરીકે ગોલની સંખ્યા તરફ નજર દોડાવીએ છીએ. પરંતુ મારા માટે મહાન ખેલાડીનો અર્થ એ છે કે તેઓ મારાથી સારા ખેલાડી છે.

જો હું આ આધારે કહું તો હું મારી જાતને ડિએગો મૅરાડોનાથી થોડો બહેતર ખેલાડી માનું છું, જોકે આ વાત તમને તર્ક વગરની લાગી શકે.

આજકાલ મેસી વિરુદ્ધ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો મુદ્દે પણ કંઈક આવી જ ચર્ચા જોવા મળી રહી છે. ગોલ કરવા મામલે બંને આસપાસ જ છે પરંતુ હું માનું છું કે મેસીમાં રોનાલ્ડો કરતાં વધુ ઍક્સ ફૅક્ટર છે.

રોનાલ્ડો ગમે ત્યારે શાનદાર ગોલ કરી શકે છે, કિલિયન ઍમબાપે વીજળીવેગે આ કારનામું કરી શકે છે પરંતુ જે મેસી કરી શકે છે તે આ બંનેના ગજાની વાત નથી.

મેસી આંખના પલકારા જેટલા સમયમાં ન માત્ર ચાર-પાંચ ડિફેન્ડરોને માત આપી શકે છે પરંતુ સારા એવા અંતરેથી પણ ગમે તે ખેલાડીને ગોલ કરવા માટે સટીક પાસ આપી શકે છે અને જો કોઈ આસપાસ ન હોય તો પોતાની જાતે જ બૉલને ગોલપોસ્ટમાં પહોંચાડી દે છે.

તેઓ પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન આ કારનામું કરતા આવ્યા છે અને કંઈક આવું જ તેમણે આ ટુર્નામેન્ટમાં પણ કર્યું છે.

જોકે અમુક વિશ્લેષકોએ તેમના ફૉર્મને લઈને ચિંતા વ્યક્ત કરી હતી, કારણ કે પેરિસ સેન્ટ જર્મેન માટે રમતા તેઓ સંઘર્ષ કરી રહ્યા હતા.

મને મેસીને રમતા જોવાનું પસંદ છે તેથી મેં પીએસજીના તમામ મુકાબલા જોયા છે અને તેઓ આ સિઝન દરમિયાન શાનદાર રમી રહ્યા હતા.

એ વાત સત્ય છે કે હવે તેમનામાં પહેલાં જેવી ઝડપ નથી રહી પરંતુ હજુ પણ તેમનો કુદરતી અંદાજ જળવાયેલો છે, આટલા લાંબા સમયથી શિખર પર રહ્યા બાદ પણ રમત પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા જળવાયેલી છે.

બીબીસી ગુજરાતી

આર્જેન્ટિના 1986માં બન્યું હતું ચૅમ્પિયન

મૅરાડોના

ખેલાડી તરીકેની મેસીની અન્ય એક ખાસિયત પર તમારી સૌની નજર હશે. મેદાનમાં જ્યારે તેઓ ઍક્શનમાં ન હોય, ત્યારે તેમને જુઓ.

બની શકે કે તમે તેઓ જે કરી રહ્યા છે એ જોઈને આશ્ચર્યચકિત પણ થઈ જાઓ – એવું લાગે છે કે તેઓ રમતનું આંકલન કરી રહ્યા છે કે પછી દરેક પૉઝિશન પર રમી રહેલ ખેલાડીઓને તપાસી રહ્યા છે કે પછી તેઓ એ ક્ષણોમાં આરામ કરી રહ્યા છે?

તેઓ હંમેશાં આવું કરતા જોવા મળે છે પરંતુ બાર્સેલોના તરફથી રમતાં જ્યારે તેઓ વધુ આક્રમક હતા, ત્યારથી તેઓ આવું કરતા વધારે જોવા મળ્યા છે.

મને લાગે છે કે આર્જેન્ટિનાની ટીમે મેસીના આ અંદાજ સાથે તાલ મેળવી લીધો છે અને આ કારણે જ આ ટીમ 1986ની વર્લ્ડ ચૅમ્પિયન ટીમ જેવી દેખાય છે.

1986ની વર્લ્ડકપ જીતનારી ટીમમાં ઑસ્કર રગેરી અ જોસે લુઈ બ્રાઉઝ જેવા ડિફેન્ડર હતા. મિડફિલ્ડમાં જુલિયો ઓલાર્ટિકોહેયા અને જૉર્જ બુરુચાગા હતા, આ તમામ સાથે જૉર્જ વાલડાનો પણ હતા. મૅરાડોના તો હતા જ.

વર્ષ 2022ની આર્જેન્ટિનાની ટીમમાં અન્ય જગ્યાઓએ ભલે વિશ્વસ્તરીય ખેલાડીઓ ન હોય પરંતુ ટીમ સમગ્રપણે સંગઠિત દેખાઈ રહી છે અને અલ્વારેઝ જેવા ખેલાડી પણ સામે આવ્યા છે.

તે છતાં બંને દેશોમાં જે સમાનતા દેખાઈ રહી છે તેનું કારણ છે મેસી, મેસી પોતાની ટીમ માટે એવી જ કમાલ કરી શકે છે જે મૅરાડોનાએ 1986માં કરી બતાવી હતી.

બીબીસી ગુજરાતી

મેસી અને મૅરાડોનાની તુલના

મેસીએ સાબિત કર્યું છે કે તેઓ અવિશ્વસનીય ખેલાડી છે

ઑલ ટાઇમ ગ્રેટેસ્ટ ફૂટબૉલર પર ચર્ચા કરવી એ હંમેશાં મજેદાર હોય છે, કારણ કે દરેકનો પોતાનો એક મત હોય છે, પરંતુ તમે જે ખેલાડીઓને રમતા જોયા છે, તેમની અસર વધુ હોય છે.

હું ઑલટાઇમ ગ્રેટેસ્ટ ખેલાડીઓમાં પેલેની ગણતરી નથી કરી શકતો, કારણ કે મેં તેમને રમતા વધુ નથી જોયા.

જોકે 1970ના વર્લ્ડકપ ફૂટબૉલમાં જ્યારે તેમણે પોતાની ટીમને ચૅમ્પિયન બનાવી હતી ત્યારે હું નવ વર્ષનો થઈ ચૂક્યો હતો.

મારા માટે તો બે ખેલાડી જ આ યાદીમાં છે, મૅરાડોના અને મેસી. બંને એક જ દેશના છે, બંને ડાબા પગથી રમનારા ફૂટબૉલર છે અને બંનેની ઊંચાઈ પણ ઝાઝી નહોતી.

ઓછી ઊંચાઈને કારણે જ બંને રમતના મેદાનમાં ઘણું બધું રસપ્રદ અંદાજમાં કરી શકે છે.

તેમ છતાં બે અલગઅલગ સમયગાળાના ખેલાડીઓની તુલના ન થઈ શકે, કારણ કે એ દરમિયાન રમત પણ બદલાઈ ચૂકી છે. મૅરાડોના સતત બૉલને કિક કરતા રહેતા.

જ્યારે હું બાર્સેલોના તરફથી રમતો ત્યારે મને 1987માં ફૂટબૉલ લીગના શતાબ્દી સમારોહ નિમિત્તે તેમની સાથે, રેસ્ટ ઑફ ધ વર્લ્ડ ટીમ તરફથી રમવાની તક મળી. જ્યારે તેઓ અમારી સાથે ડ્રેસિંગ રૂમમાં આવ્યા તો અમને એ વાત પર અમને વિશ્વાન નહોતો થઈ રહ્યો, કારણ કે અમારા સૌ પર તેમની અસર હતી.

મૅરાડોના અને મેસી. બંને એક જ દેશના છે, બંને ડાબા પગથી રમનારા ફૂટબૉલર છે

જ્યારે અમે વૉર્મ અપ મૅચ માટે રમી રહ્યા હતા ત્યારે મૅરાડોનાને બૉલ મળ્યો. તેમણે હાફલાઇન પાસે બૉલને 50 યાર્ડ ઉપર હવામાં ઉછાળી દીધો અને જ્યારે બૉલ નીચે આવ્યો તો તેમણે ફરીથી બૉલ સાચવી લીધો. આવું તેમણે ઓછામાં ઓછું 12 વખત કર્યું હતું.

હું બાર્સેલોનાના અન્ય ખેલાડીઓ સાથે આ અંદાજ અંગે વાત કરતો રહ્યો અને જ્યારે અમે લોકો સ્પેન પરત ફર્યા ત્યારે અમે બધા સાથે મળીને આવું કરવાનો પ્રયત્ન કર્યો હતો, અમારા પૈકી જે સૌથી સારો રનર હતો તે પણ આવું માત્ર ત્રણ વખત જ કરી શક્યો હતો.

મેસીની જેમ મૅરાડોનાને રમતી વખતે જોવા એ અચરજપૂર્ણ અનુભવ રહેતો. બંનેમાં ઘણી સમાનતાઓ દેખાય છે પરંતુ અહીં એ યાદ રાખવું જોઈએ કે મૅરાડોના ફૂટબૉલની રમતમાં સાત વર્ષ સુધી જ તેમનું સર્વશ્રેષ્ઠ ફૂટબૉલ રમી શક્યા, કારણ કે મેદાન બહારના પણ અમુક મુદ્દા હતા.

ફૂટબૉલર તરીકે લાંબા ગાળા સુધી સારું પ્રદર્શન કરવાની વાત જ એ માપદંડ છે જે જણાવે છે કે આ બંને પૈકી બહેતર કોણ છે.

ક્લબ ફૂટબૉલ અને ઇન્ટરનેશનલ ફૂટબૉલમાં જેટલી સફળતા મેસીએ હાંસલ કરી છે, તેમની આસપાસ કોઈ નથી.

મારા ખ્યાલ અનુસાર તેઓ કતારમાં એટલા માટે પણ શાનદાર પ્રકારે રમી રહ્યા છે, કારણ કે તેઓ આર્જેન્ટિના માટે 2021નો કોપા અમેરિકા કપ જીતી ચૂક્યા છે, તેથી તેઓ ઝાઝું દબાણ મહેસૂસ નહીં કરી રહ્યા હોય. પરંતુ તેમ છતાં તેઓ વર્લ્ડકપ જીતવા માગશે – મારા અનુસાર આનાથી બહેતર અંદાજમાં ટુર્નામેન્ટનું સમાપન ન થઈ શકે.

રેડ લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

Facebook પર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

Instagram પર બીબીસી ગુજરાતીને અહીં ફૉલો કરો.

YouTube પર બીબીસી ગુજરાતીના વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

Twitter પર બીબીસી ગુજરાતીની ફૉલો કરવા અહીં ક્લિક કરો.

રેડ લાઇન
English summary
Can Messi create history and equal Maradona?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X