For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિરાટ કોહલીએ તોડ્યો યુવરાજ સિંહનો રેકોર્ડ

|
Google Oneindia Gujarati News

પોર્ટ ઓફ સ્પેન, 7 જુલાઇઃ ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલીએ ગઇકાલે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રમાયેલી મેચમાં શાનદાર ઇનિંગ રમતા યુવરાજ સિંહના 13 સદીના રેકોર્ડને પાર કરી લીધો છે. વિરાટે સુકાની ઇનિંગ રમતા 102 રન બનાવીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 14મી સદી ફટકારી છે.

વિરાટ આ સાથે જ સહેવાગના 15 સદીના રેકોર્ડથી માત્ર એક સદી દૂર છે. ભારત તરફથી વનડેમાં સૌથી વધુ સદી સચિન તેન્ડુલકરે લગાવ્યા છે. તેમણે 463 મેચોમાં શાનદાર પ્રદર્શન કરતા 49 સદી ફટકારી છે. ત્યારબાદ ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ 22 સદી લગાવી છે. આ રેકોર્ડની સાથે જ વિરાટ કોહલી ચોથા સ્થાન પર પહોંચી ગયો છે.

virat-kohli-century
ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ દ્વારા વનડેમાં લગાવેલી સદીઓની સંખ્યા

સચિન તેન્ડુલકર(463 મેચોમાં 49 સદી)

સૌરવ ગાંગુલી(308 મેચોમાં 22 સદી)

વિરેન્દ્ર સેહવાગ (241 મેચોમાં 15 સદી)

વિરાટ કહોલી(106 મેચમાં 14 સદી)

યુવરાજ સિંહ(279 મેચોમાં 13 સદી)

રાહુલ દ્રવિડ( 340 મેચોમાં 12 સદી)

ગૌતમ ગંભીર(147 મેચોમાં 11 સદી)

મહેન્દ્ર સિંહ ધોની(222 મેચોમાં 7 સદી)

મોહમ્મદ અઝહરુદ્દીન( 334 મેચોમાં 7 સદી)

વીવીએસ લક્ષ્મણ(86 મેચોમાં 6 સદી)

English summary
India captain Virat Kohli has surpassed Yuvraj Singh in ODIs. The young batsman left Yuvraj behind during his 102 run knock against West Indies in the Celkon Mobile Cup on Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X