For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ વખતે ભારતમાં યોજાશે ચેમ્પિયન્સ લીગ ટી20 ટૂર્નામેન્ટ

By Super
|
Google Oneindia Gujarati News

Champions-League
નવી દિલ્હી, 12 એપ્રિલઃ ગત વર્ષે દક્ષિણ આફ્રિકામાં આયોજન કરવામાં આવ્યા બાદ ચેમ્પિયન્સ લીગ ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન આ વર્ષે 17 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન ભારતમાં થશે. બીસીસીઆઇએ એક નિવેદનમાં કહ્યું કે, ચેમ્પિયન્સ લીગ ટી20 ટૂર્નામેન્ટ પાંચ વર્ષમાં ત્રીજી વખત ભારતમાં થશે. ચેમ્પિયન્સ લીગ ટી20 ટૂર્નામેન્ટની સંચાલન પરિષદે તારીખ અને કાર્યક્રમને મંજૂરી આપી દીધી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આ ટી20 ટૂર્નામેન્ટ 17 સપ્ટમ્બરથી છ ઓક્ટોબર સુધી આયોજિત કરવામાં આવશે.

ગત બે સત્રની જેમ જ આમાં ગ્રુપ ચરણની મેચો બાદ ક્વાલિફાયર થશે. આગળ કહેવામાં આવ્યું છે કે, વિશ્વની સર્વશ્રેષ્ઠ 20 ટી20 ટીમો વચ્ચે કુલ 29 મેચો રમાશે. ટૂર્નામેન્ટની ઇનામી રાશી 60 લાખ ડોલર હશે. પહેલું સત્ર 2009માં ઉપવિજેતા રહેલા ત્રિનિદાદ અને ટોબેગોને ગ્રુપ ચરણમાં સીધો પ્રવેશ મળ્યો છે, જેણે 2011 અને 2012માં ક્વાલિયફાયર મેચો રમી હતી.

ઇંગ્લેન્ડની ટીમ આ વખતે ટૂર્નામેન્ટ નહીં રમે. ચેમ્પિયન્સ લીગ સંચાલન પરિષદના અધ્યક્ષ એન શ્રીનિવાસને કહ્યું કે, આ ટૂર્નામેન્ટમાં વિશ્વ ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ખેલાડી રમશે અને કરોડો દર્શકો નિહાળશે. ક્વાલિફાયરમાં ચાર ટીમો હશે જેમાં પેપ્સી આઇપીએલ 2013માં ચોથા નંબરની ટીમ, ઓટાગો વોલ્ટસ અને શ્રીલંકા તથા પાકિસ્તાનની સ્થાનિક ટી20 વિજેતા ટીમ સામેલ છે. આ ટીમ એક બીજા વિરુદ્ધ એક વાર રમશે અને ટોચના બે ગ્રપ ચરણમાં જશે.

ગ્રુપ ચરમમાં 10 ટીમો હશે. ગ્રુપ એમા આઇપીએલ 2013ની વિજેતા અને ત્રીજા નંબરની ટીમ, હાઇવેલ્ડ લાયન્સ, પર્થ સ્ક્રોચર્સ અને ચેમ્પિયન્સ લીગ 2013 ક્વાલિફાયરની ટોચ ટીમ સામેલ છે. ગ્રુપ બીમાં બ્રિસબેન હીટ, ત્રિનિદાદ અને ટોબેગો, આઇપીએલ 2013 ઉપવિજેતા, ટાઇટંસ અને ચેમ્પિયન્સ લીગ ક્વાલિફાયરની બીજા નંબરની ટીમ સામેલ છે. ગત વખતે ઓસ્ટ્રેલિયાની સિડની સિક્સર્સે ખિતાબ જીત્યો હતો.

English summary
Champions League Twenty20 cricket tournament will return to India this season with the BCCI scheduling it from September 17 to October 6.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X