For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇપીએલમાંથી સસ્પેંડ થશે નહી સુપરકિંગ્સ: સૂત્ર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 મે: આઇપીએલ સ્પૉટ ફિક્સિંગ ગોટાળાના વધતા જતા સ્વરૂપને જોતાં આવતીકાલે ફાઇનલ નક્કી કાર્યક્રમ અનુસાર જ થશે અને વિવાદોમાં ઘેરાયેલ ચેન્નઇ સુપરકિંગ્સ સટ્ટેબાજીના આરોપોમાં પોતાના ઉચ્ચ અધિકારીની ધરપકડ છતાં લીગનો ભાગ બની રહેશે. બીસીસીઆઇના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે ચેન્નઇ સુપરકિંગ્સ અને મુંબઇ ઇન્ડિયંસ વચ્ચે ફાઇનલ ઇડન ગાર્ડન પર યોજાશે.

બીસીસીઆઇના અધ્યક્ષ એન શ્રીનિવાસન અને ટીમના મુખ્ય કાર્યકારી અધિકારી ગુરૂનાથ મયપ્પનની ગઇકાલે રાત્રે મુંબઇ દ્વારા ધરપકડ બાદ ચેન્નઇ સુપરકિંગ્સની ટીમ વિવાદોથી ઘેરાયેલી છે.

chennai-super-kings

સૂત્રોને પુછવામાં આવ્યું હતું કે શું ચેન્નઇ સુપરકિંગ્સને ટીમોની આઇપીએલ અનુબંધની કલમ 12.3 (સી) અંતગર્ત બાહર કરવામાં આવી શકે છે તો સૂત્રોએ કહ્યું હતું કે હજુ સુધી આરોપો કોર્ટ સમક્ષ સાબિત થયા નથી. વ્યક્તિને દોષી ગણવામાં આવ્યાં છે. તાજેતરમાં મુંબઇ પોલીસે ગુરૂનાથ સાથે પુછપરછ કરી રહીછે.

સૂત્રોના જણાવ્યા મુજબ આ કૌભાંડમાં પકડાયેલા અભિનેતા વિન્દુ દારા સિંહે પૂછપરછ દરમિયાન પોલીસને કહ્યું હતું કે ગુરુનાથ મયપ્પને રૂપિયા 10 લાખનો સટ્ટો લગાવ્યો હતો જે મેચ દીઠ રૂપિયા એક કરોડ સુધી ઉંચે ગયો હતો. મયપ્પને આ મોસમમાં પણ ચેન્નઈ ટીમની મેચો ઉપર સટ્ટો કર્યો હતો. મયપ્પન આજે મુંબઈ આવી પહોંચ્યા બાદ પોલીસ એમને પૂછપરછ માટે પહેલા દક્ષિણ મુંબઈસ્થિત પોલીસ મુખ્યાલયે લઈ ગઈ હતી અને ત્યાંથી એમને ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે લઈ ગઈ હતી.

English summary
Sunday's final of the event would go ahead as per schedule and the embattled Chennai Super Kings would also continue to be a part of the league despite the arrest of its top official on allegations of betting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X