For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એંડરસને કર્યો રવિન્દ્ર જાડેજા પર વંશીય હુમલો, લાગી શકે છે પ્રતિબંધ

|
Google Oneindia Gujarati News

નૉટિંગમ, 16 જુલાઇ: આઇસીસીએ ઇંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એંડરસન પર હાલની સીરિઝની પહેલી ટેસ્ટ દરમિયાન રવિન્દ્ર જાડેજા સાથે ખોટો વ્યવહાર કરવાનો આરોપ લાગ્યો છે. આઇસીસીએ એંડરસન પર જાડેજાને કથિત રીતે 'ગાળો ભાંડવા અને ધક્કો મારવા'નો આરોપ લગાવ્યો છે.

ઘટના ત્યારે બની જ્યારે ભારતની બેટિંગ દરમિયાન ગુરુવારે બંને ખેલાડી લંચ માટે મેદાનમાંથી નિકળતા હતા. ભારતીય ટીમે એંડરસનની ફરિયાદ નોંધાવી હતી. એંડરસન પર કોડ ઓફ કંડક્ટ તોડવાનો આરોપ લાગ્યો છે.

આઇસીસીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે નિયમાનુસાર એંડરસન પર 'લેવલ 3'નો આરોપ લગાવવામાં આવ્યો છે. આ અંતર્ગત ખેલાડી પર બેથી ચાર ટેસ્ટ અથવા તો ચારથી આઠ આંતરરાષ્ટ્રીય વન ડે મેચ રમવા પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. મામલાની સુનવણી ટૂંક સમયમાં થવાની સંભાવના છે.

ravindra jadeja
આરોપો સાચા પડતાની સાથે જેમ્સ એંડરસન પર કેટલી મેચો માટે પ્રતિબંધ લાગી શકે છે, જો કે આ બનાવ ઇંગ્લેન્ડ માટે એક જોરદાર ઝટકો સાબિત થઇ શકે છે. જોકે આ આખા મામલા પર ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડ એંડરસનની સાથે છે.

ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડ ઇસીબીએ જણાવ્યું કે એંડરસન અને જાડેજાની વચ્ચે આ સામાન્ય ઘટના હતી. ઇસીબીએ એ પણ જણાવ્યું છે કે જો આ મામલાને આગળ વધારવામાં આવ્યો તો તેઓ પણ જાડેજાની વિરુધ્ધ ફરિયાદ કરશે.

English summary
India's tour of England plunged into controversy on Tuesday when paceman James Anderson was charged for allegedly "abusing" and "pushing" all-rounder Ravindra Jadeja during the second day (July 10) of the first Test in Nottingham.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X