IPL 2017: આ 10 ટીમોએ આઇપીએલમાં કર્યા છે સૌથી ઓછા રન

ભારતીય પ્રિમીયર લીગને જ્યાં એક તરફ 10 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે ત્યારે નીચેના આર્ટીકલમાં વિગતવાર જાણો કંઇ ટીમે આઇપીએલના ઇતિહાસમાં કર્યા છે સૌથી ઓછા રન.

ટી20નો મતલબ છે જે 20 ઓવરમાં સૌથી વધુ રન. અને જે ટીમે વધુ રન કર્યા તેની જીતવાની સંભાવના વધારે. પણ આઇપીએલ ના 10 વર્ષના ઇતિહાસમાં એવું અનેક વાર બન્યું છે કે સમગ્ર ટીમ જ ચપટીમાં આઉટ થઇ જાય અને તેના કારણે મોટો અપસેટ સર્જાયો છે. હાલમાં વિરાટ કોહલીની આરસીબી ટીમે પણ ફટાફટ આઉટ થઇને આવો જ અપસેટ સર્જ્યો હતો. ત્યારે નીચેના આર્ટીકલમાં જાણો તેવી અન્ય કંઇ ટીમો છે જે ઓછો સ્કોર કરીને પેવિલિયન ભેગી થઇ ગઇ છે. અને બીજી ટીમના ઓછા ટાર્ગેટ આપી જીતવાના ચાન્સ વધાર્યા છે. આ અંગે વિગતવાર જાણો અહીં....

ipl

1. રોયલ ચેલેન્જર બેંગલોર

IPL 2017માં વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર બેંગલોરે કલકત્તા નાઇટ રાઇડર્સની વિરુદ્ધમાં 9.0 ઓવરમાં જ 49 રન કરીને ઓલ આઉટ થઇ ગઇ હતી. અને આ સાથે આઇપીએલના 10 વર્ષના ઇતિહાસમાં સૌથી ઓછા રન કરનારી ટીમમાં મોખરેનું સ્થાન લઇ લીધું છે.

2. રાજસ્થાન રોયલ્સ

રાજસ્થાન રોયલ્સ 2009માં રોયલ ચેલેન્જર બેંગ્લોર વિરુદ્ધ રમતાં 15.1 ઓવરમાં 58 રનમાં ઓલ આઉટ થઇ ગયા હતા.

3. કલકત્તા નાઇટ રાઇડર્સ

આઇપીએલ 2008માં કલકત્તા નાઇટ રાઇડર્સે મુંબઇ ઇન્ડિયન વિરુદ્ધ રમતા 15.2 ઓવરમાં 67 રને ઓલઆઉટ થઇને હાર માની લીધી હતી.

4.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 2014ની મેચમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રમતા 15 ઓવરમાં 50 રન આપી ઓલઆઉટ થતા અપસેટ સર્જ્યો હતો.

5. કોચી ટ્સકર્સ કેરલા

આઇપીએલ 2011 વખતે કોચી ટ્સકર્સ કેરલાએ 16.3 ઓવરમાં 74 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના લીધે તે આ લિસ્ટમાં 5માં ક્રમે છે.

6. ચેન્નઇ સુપર કિંગ્સ

2013માં આ ટીમે મુંબઇ ઇન્ડિયન વિરુદ્ધ રમતા 15.2 ઓવરમાં 79 રને ઓલઆઉટ થઇ ગયા હતા.

7. દિલ્હી ડેરડેવિલ્સ

દિલ્હી ડેરડેવિલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રમતા 2013માં 19.1 ઓવરમાં 80 રન આપી ઓલઆઉટ થઇ ગઇ હતી.

8. રાજસ્થાન રોયલ્સ

2011માં રાજસ્થાન રોયલ્સે કલકત્તા નાઇટ રાઇડર્સ રમતા 15.2. ઓવરમાં 81 રને ઓલઆઉટ થઇ હતી.

9. ડેક્કન ચાર્જર્સે

2010માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ રમતા ડેક્કન ચાર્જર્સ 18.3 ઓવરમાં 82 રને ઓલઆઉટ થઇ હતી.

10. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 2008માં કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ રમતા 15.1 ઓવરમાં 82 રને ઓલઆઉટ થઇ ગયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X