આઇપીએલના ઇતિહાસમાં વોશિંગટન સુંદરે સર કર્યો રેકોર્ડ

Written By:
Subscribe to Oneindia News

આઇપીએલ 10ની ફાઇનલ મેચમાં રાઇઝિંગ પુના સુપરજાયન્ટ ટીમના સ્પિન બોલર વોશિંગટન સુંદરે આઇપીએલના ઇતિહાસનો મોટો રેકોર્ડ પોતાને નામ કર્યો છે. સુંદરે આઇપીએલની ફાઇનલ મેચમાં રમનાર સૌથી નાની ઉંમરના ખેલાડીનો રેકોર્ડ પોતાને નામ કર્યો છે. તમિલનાડુના સ્પિન બોલર વોશિંગટન સુંદરની ઉંમર છે માત્ર 17 વર્ષ 228 દિવસ અને આ ઉંમરમાં તેઓ આઇપીએલ ફાઇનલ મેચ રમનારા સૌથી યુવા ખેલાડી બની ગયા છે.

sundar

પુનાની છેલ્લે રમાયેલ મેચમાં પણ સુંદરે મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો, મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધની ક્વોલિફાયર મેચમાં તેમણે શાનદાર રમતનું પ્રદર્શન કરતાં 16 રન આપી 3 વિકેટ ઝડપી હતી. તેમણે ત્રણ મહત્વપૂર્ણ બેટ્સમેન રોહિત શર્મા, કેરૂન પોલૉર્ડ અને અંબાતી રાયડૂને આઉટ કર્યા હતા. ક્વોલિફાયર મેચમાં સુંદરના આ શાનદાર પ્રદર્શનને કારણે જ પુનાની ટીમ ફાઇનલમાં જગ્યા બનાવી શકી હતી.

sundar

સૌથી નાની ઉંમરના મેન ઓફ ધ મેચ

પોતાની આ શાનદાર રમત માટે તેમને મેન ઓફ ધ મેચનો ખિતાબ પણ મળ્યો હતો. તેઓ સૌથી નાની ઉંમરમાં મેન ઓફ ધ મેચનો ખિતાબ મેળવનાર ખેલાડી બન્યા હતા. વોશિંગટન સુંદરે પુનાની ટીમમાં રવિચંદ્રન અશ્વિનની જગ્યા લીધી છે.

sundar

સૌથી નાની ઉંમરમાં આઇપીએલ ફાઇનલ રમનાર ખેલાડીઓ

વોશિંગટન સુંદર રવિવારે મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધની ફાઇનલ મેચ 17 વર્ષ 228 દિવસની ઉંમરે રમ્યા હતા. આ પહેલા રવિન્દ્ર જાડેજા વર્ષ 2008માં 19 વર્ષ 178 દિવસની ઉંમરે આઇપીએલ ફાઇનલ રમ્યા હતા, મનીષ પાંડે વર્ષ 2009માં 19 વર્ષ 256ની ઉંમરે આઇપીએલ ફાઇનલ રમ્યા હતા.

English summary
17 year old Washington Sundar sets IPL record in final match.
Please Wait while comments are loading...