
CSK VS RCB: 25 એપ્રિલ ધોની માટે ખાસ, કોહલી સામે પડકાર
આઇપીએલ સીઝન 11 દરમિયાન બધી જ ટીમો પુરજોશ સાથે આગળ વધી રહી છે. હવે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની વચ્ચે ટક્કર થવા જઈ રહી છે. વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના કેપ્ટન છે, જયારે મહેન્દ્ર સિંહ ધોની ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમના કેપ્ટન છે. આજે બંને ટીમ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળી શકે છે. હવે જો પોઇન્ટ ટેબલ વિશે વાત કરવામાં આવે તો ચેન્નાઇ સિરીઝમાં 5 મેચો રમી ચુકી છે જેમાં તેઓ 4 મેચ જીત્યા છે. જયારે બેંગ્લોર 5 મેચોમાંથી ખાલી 2 મેચ જીતી શકી છે. વિરાટ કોહલી માટે સીઝનમાં પોતાની પકડ મજબૂત કરવા માટે આ મેચ જીતવી ખુબ જ જરૂરી છે. પરંતુ આરસીબી માટે જીતવા માટે સૌથી મોટી મુશ્કેલી આજની તારીખ 25 એપ્રિલ છે.
25 એપ્રિલે ચેન્નાઇ ક્યારેય પણ હારી નથી
આઇપીએલ ના અત્યારસુધીના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો ચેન્નાઇ સુપર કિંગ્સ આ દિવસે ક્યારેય પણ હારી નથી. અત્યારસુધી 25 એપ્રિલે ધોનીની કપ્તાનીમાં ચેન્નાઇ એ 6 મેચ રમી છે, જેમાં 5 મેચોમાં તેઓ જીત્યા છે. જયારે વર્ષ 2012 દરમિયાન એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગયી હતી.
વિરાટ સામે ઇતિહાસ બદલવાનો પડકાર
આજે આરસીબી અને ચેન્નાઇ વચ્ચે મેચ રમાશે, જેમાં વિરાટ કોહલી સામે ઇતિહાસ બદલવાનો પડકાર હશે. જયારે ચેન્નાઇ ટીમ પણ પોતાનો રેકોર્ડ જાળવી રાખવા માટે જોરદાર મહેનત કરશે. જેને કારણે આજની મેચ ખુબ જ રસપ્રદ બની રહેશે. ધોની માટે વધુ કે ખાસ નંબર 7 છે કારણકે ધોનીનો જન્મ 7 જુલાઇએ થયો હતો અને જો 25 નંબરને જોડવામાં આવે તો 2 અને 5 ભેગા મળીને 7 બનાવે છે. ધોની માટે આ નંબર ખુબ જ અગત્યનો છે. પરંતુ આપણે ભૂલવું જોઈએ નહીં કે ક્રિકેટમાં રોજ નવા રેકોર્ડ બનતા અને તૂટતાં રહે છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો