For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: તો આ કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ વર્ષે જીતી શકે છે ટ્રોફી

IPL 2020: તો આ કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ વર્ષે જીતી શકે છે ટ્રોફી

|
Google Oneindia Gujarati News

વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ઘણા રેકોર્ડ સર્જ્યા છે, મેચ જીતી છે. જો કે કેપ્ટન કોહલીના નસીબમાં હજી સુધી કોઈ આઈસીસી ટ્રોફી નથી. બરાબર એમ જ, કેપ્ટન કોહલી આરસીબીને આઈપીએલની ટ્રોપી પણ નથી જીતાડી શક્યા. ત્યારે આ સિઝનમાં પણ ફેન્સને અપેક્ષા હશે કે બેંગ્લોર ટાઈટલ જીતે.

આઈપીએલ 2020માં બેંગ્લોરની ટીમ મજબૂત દેખાઈ રહી છે. તેમની પાસે દરેક ક્ષેત્રના ધુરંધર ખેલાડીઓ છે, જે ટીમની જીતમાં મહત્વનો ભાગ ભજવી શકે છે. ચાલો જોઈએ એ ચાર કારણો જેના લીધે બેંગ્લોર આઈપીએલ જીતી શકે છે.

1. ટીમ પાસે સારા ખેલાડી

1. ટીમ પાસે સારા ખેલાડી

બેંગ્લોર જ્યારે ખરાબ પ્રદર્શન કરે છે, ત્યારે ઘણા ખેલાડીઓને બહારનો રસ્તો બતાવી દેવાય છે. જો કે આ સિઝનમાં બેંગ્લોરે આવું નથી કર્યુ. ગત વર્ષે ખરાબ પ્રદર્શન છતાંય શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈની જેવા ખેલાડીઓ પર ભરોસો મૂક્યો છે.

આ તમામ ખેલાડીઓ ભારતીય ટીમમાં પણ રમી રહ્યા છે. બીજી તરફ બેંગ્લોરે શિમરોન હેટમાયર અને કૉલિન ડી ગ્રેન્ડહોમ જેવા ખેલાડીઓને રિલીઝ કરીને ભારતીય યુવા ખેલાડીઓ પર ભરોસો મૂક્યો છે. આ ત્રણેય ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટમાં સારુ પ્રદર્શન કરી ચૂક્યા છે.

2. લિમિટેડ ખેલાડીઓ

2. લિમિટેડ ખેલાડીઓ

બેંગ્લોર પાસે હંમેશા અન્ય ટીમ કરતા વધુ ખેલાડીઓ રહ્યા છે. એટલે જ ટીમ મેનેજમેન્ટ અને કોહલી ટુર્નામેન્ટ પૂરી થાય ત્યાં સુધી ટીમ નથી નક્કી કરી શક્તા. જો કે આ વખતે બેંગ્લોર પાસે 22 ખેલાડીઓ જ છે. એટલે પ્લેઈંગ 11 નક્કી કરવી સરળ રહેશે.

3. પાવર હિટર્સ

3. પાવર હિટર્સ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બેટિંગ દરેક સિઝનમાં સારી રહી છે. ગત આઈપીએલમાં પણ બેંગ્લોરની બેટિંગ લાઈનઅપ મજબૂત હતી. પરંતુ છેલ્લી ચાર સિઝનમાં કોહલી અને ડી વિલિયર્સ સિવાય એક પણ ખેલાડી એક સિઝનમાં 400 રન નથી બનાવી શક્યા.

બેંગ્લોરે હરાજી દરમિયાન કેટલાક એવા ખેલાડીઓ પર પસંદગી ઉતારી છે, જે ટીમને મુશ્કેલ સ્થિતિમાં પણ જીત સુધી પહોંચાડી શકે છે. બેંગ્લોરે ફિંચ અને જોશ ફિલિપને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.

4. સારો બોલિંગ એટેક

4. સારો બોલિંગ એટેક

બેંગ્લોર માટે બોલિંગ દરેક સિઝનની સમસ્યા રહી છે. 200થી વધુ રન બનાવવા છતાંય બેંગ્લોર ડિફેન્ડ નથી કરી શક્તું. જો કે આ વર્ષે બેંગ્લોરને આ બોલિંગનો શનિ નડે તેવી શક્યતા ઓછી છે. બેંગ્લોર પાસે ડેલ સ્ટેન, ક્રિસ મોરિસ અને કેન રિચર્ડસન જેવા સારા બોલર્સ છે.

IPLમાં આઠમી ફ્રેન્ચાઈઝી તરફથી રમશે એરોન ફિંચ, આવું કરનાર એકમાત્ર ખેલાડીIPLમાં આઠમી ફ્રેન્ચાઈઝી તરફથી રમશે એરોન ફિંચ, આવું કરનાર એકમાત્ર ખેલાડી

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ipl 2020 why royal challengers banglore can win tournament
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X