ઇમરાન ખાનની ગિરફ્તારી બાદ ભારતીય સીમા પર એલર્ટ, પાકિસ્તાન પર ચાંપતી નજર: રક્ષા સુત્રો
ઈમરાન ખાનની ધરપકડ બાદ ભારત પાકિસ્તાનની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. પાડોશી દેશની સ્થિતિને જોતા ભારતનું સંરક્ષણ દળ એલર્ટ મોડમાં છે. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે ભારતીય સંરક્ષણ દળો પાકિસ્તાનની સ્થિતિ અને ત્યાંની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર દળો દ્વારા કડક તકેદારી રાખવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કર્યા બાદ તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના સમર્થકોએ રેડિયો ઓફિસને આગ લગાવી દીધી હતી.
આ સિવાય ગુસ્સે ભરાયેલા લોકો આર્મી ઓફિસમાં ઘૂસ્યા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. જણાવી દઈએ કે યુનિવર્સિટી સાથે જોડાયેલા અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં હાજર થયા બાદ ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે.
Indian defence forces keeping a close watch on the situation in Pakistan, in view of the developments there. Strong vigil being maintained by the forces along the Line of Control and the international border: Defence sources https://t.co/tYhXnLjkt2 pic.twitter.com/LFaZJqZY84
— ANI (@ANI) May 9, 2023
પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાન પાકિસ્તાનની રાજનીતિમાં ખૂબ જ લોકપ્રિય નેતા છે. તેમની ધરપકડ બાદ તેમના સમર્થકોએ આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાન આર્મી રેન્જર્સ ઈમરાન ખાનને ટોર્ચર કરી રહ્યા છે. ધરપકડ પહેલા ટ્વિટર પર જાહેર કરાયેલા એક વીડિયોમાં ઈમરાન ખાને કહ્યું હતું કે તેમની વિરુદ્ધ કોઈ કેસ નથી. તેમના વિરોધીઓ તેમને જેલમાં ધકેલી દેવા માંગે છે તેનાથી તેમને કોઈ વાંધો નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ઈમરાન ખાન પર યુનિવર્સિટીને કરોડો રૂપિયાની જમીન ખોટી રીતે આપવાનો આરોપ છે. બિઝનેસમેન મલિક રિયાઝના નિવેદન બાદ ઈમરાન ખાન શંકાના દાયરામાં આવ્યા છે.
મલિકનો આરોપ છે કે ઈમરાન ખાન અને તેની પત્ની બુશરા બેગમે તેને અબજો રૂપિયાની જમીન હડપ કરવા માટે ડરાવી હતી. આ મામલે ઓડિયો લીકના અહેવાલો પણ સામે આવ્યા છે.
ઓડિયો લીકમાં દાવો કરવામાં આવ્યો છે કે બિઝનેસમેન મલિક અને તેની પુત્રી વચ્ચે વાતચીત થઈ રહી છે. આ ઓડિયોમાં ઈમરાનની પત્ની બુશરા કથિત રીતે મલિકની પુત્રી પાસેથી પાંચ કેરેટની હીરાની વીંટી માંગે છે.
પાડોશી દેશની તમામ ઉથલપાથલ વચ્ચે એ જાણવું પણ રસપ્રદ છે કે આજ સુધી પાકિસ્તાનમાં કોઈપણ સરકાર પોતાનો કાર્યકાળ પુરો કરી શકી નથી. પાકિસ્તાનમાં લશ્કરી બળવાનો ઈતિહાસ પણ રહ્યો છે.












Click it and Unblock the Notifications
