ICC Player of the Month : આ ખેલાડી ચોથીવાર બન્યો પ્લેયર ઓફ ધ મંથ, ICC એ કરી જાહેરાત
ICC Player of the Month : ICC દર મહિને સમગ્ર દુનિયાના ત્રણ ક્રિકેટર્સને પ્લેયર ઓફ ધ મંથના ટાઇટલ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. ગત મહિના એટલે કે જુલાઇમાં દુનિયાના જે ખેલાડીઓએ સારુ પ્રદર્શન કર્યું છે, તેમને નોમિનેટ કરવામાં આવ્યા છે. હાલ આઇસીસી દ્વારા પુરુષ અને મહિલા કેટેગરીમાં વિજેતાઓના નામ જાહેર કર્યા છે.

આ ખેલાડીએ મારી બાજી - 26 વર્ષીય એશ્લે ગાર્ડનર બેક-ટુ-બેક એવોર્ડ્સ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી બની, તેણે જુલાઈમાં ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ સામે વધુ એક પ્રભાવશાળી પ્રદર્શન કર્યા બાદ ચોથો આઈસીસી મહિલા પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો છે.
ગાર્ડનરની તાજેતરની જીતે તેણીને નેટ સાયવર-બ્રન્ટ અને એલિસ પેરીને હરાવી હતી, જેઓ જુલાઈમાં તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે શોર્ટલિસ્ટ થયા હતા.
ક્રિસ વોક્સ - બીજી તરફ ક્રિસ વોક્સે બોલ સાથેના તેના બેસ્ટ યોગદાન માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો છે. તાજેતરમાં જ તેણે એશિઝ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વોક્સે પ્રથમ વખત ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથ જીત્યો છે.
એશિઝમાં તેના પ્રભાવશાળી પ્રદર્શનથી ઈંગ્લેન્ડને રોમાંચક સિરીઝ 2-2થી ખતમ કરવામાં મદદ મળી હતી. તેના સિવાય ઈંગ્લેન્ડનો બેટ્સમેન જેક ક્રાઉલી પણ આ એવોર્ડની રેસમાં હતો. ત્રીજું નામ નેધરલેન્ડના બેઈસ ડી લીડેનું હતું.
ભારતનો એકપણ ખેલાડી નહીં - નવાઈની વાત એ છે કે, એક વખત પણ ભારત તરફથી કોઈ ખેલાડીને આ ખિતાબ માટે નોમિનેટ કરવામાં આવ્યો નથી. ટીમ ઈન્ડિયા જુલાઈ મહિનામાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે હતી, પરંતુ કોઈપણ ખેલાડીએ સતત સારું પ્રદર્શન કર્યું નથી, જેના કારણે કોઈ ખેલાડીનું નામ નોમિનેટ થયું નથી.












Click it and Unblock the Notifications
