Asia Cup 2023: એશિયા કપમાં ભિડવા તૈયાર છે ભારત-પાકિસ્તાન, જાણો ક્યા ગૃપમાં છે કઇ ટીમ
વર્ષ 2022 એશિયા કપ દરમિયાન ભારત અને પાકિસ્તાનની ટીમો બે વખત ટકરાયા હતા. પ્રથમ મેચમાં ભારત અને બીજી વખત પાકિસ્તાનની ટીમ એશિયા કપ જીતી હતી. હવે વર્ષ 2023માં યોજાનાર એશિયા કપમાં ફરી બંને ટીમો સામ સામે આવશે
વર્ષ 2022 એશિયા કપ દરમિયાન ભારત અને પાકિસ્તાનની ટીમો બે વખત ટકરાયા હતા. પ્રથમ મેચમાં ભારત અને બીજી વખત પાકિસ્તાનની ટીમ એશિયા કપ જીતી હતી. હવે વર્ષ 2023 દરમિયાન યોજાનાર એશિયા કપમાં ફરી એકવાર બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે. એશિયા કપ આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાવાનો છે. જેના માટે કઈ ટીમ ક્યા ગ્રુપમાં છે તેની માહિતી શેર કરવામાં આવી છે.

એશિયા કપ માટે ગૃપ સ્ટેજની લિસ્ટ જાહેર
એશિયા કપ માટે ગ્રુપ સ્ટેજની યાદી જાહેર કરવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એશિયા કપ વિશે ટ્વિટ કર્યું છે. જય શાહે ગયા વર્ષે કહ્યું હતું કે ટુર્નામેન્ટ તટસ્થ સ્થળે યોજાશે. પરંતુ હજુ સુધી જગ્યા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. હાલમાં પાકિસ્તાન એશિયા કપની યજમાની કરી રહ્યું છે.

પાકિસ્તાનમાં એશિયા કપ યોજાશે કે નહી? પછી લેવાશે નિર્ણય
ભારતીય ટીમના પાકિસ્તાનના પ્રવાસના ઈનકાર બાદ એશિયા કપ પાકિસ્તાનને બદલે બીજે ક્યાંક યોજાશે તેવા અહેવાલો આવ્યા હતા.પાકિસ્તાન બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ રમીઝ રાજાએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે જો ભારત પાકિસ્તાન જશે તો એશિયા કપ યોજાશે નહીં.જો પાકિસ્તાન રમે છે તો પાકિસ્તાન પણ વર્લ્ડ કપ રમવા ભારત નહીં આવે. સત્તાવાર રીતે પાકિસ્તાન પાસે એશિયા કપની યજમાનીનો અધિકાર છે, પરંતુ સ્થળ પછીથી નક્કી થઈ શકે છે.

કઇ ટીમ કયા ગ્રુપમાં સામેલ છે
જૂથ 1-
- ભારત
- પાકિસ્તાન
- ક્વોલિફાયર 1
જૂથ 2-
- શ્રીલંકા
- બાંગ્લાદેશ
- અફઘાનિસ્તાન

એશિયા કપમાં ભારત-પાકિસ્તાનનો રેકોર્ડ
- પ્રથમ વખત વર્ષ 1984માં ભારતે 54 રને મેચ જીતી હતી.
- વર્ષ 1988માં ભારતે આ મેચ 4 વિકેટે જીતી હતી.
- વર્ષ 1995માં પાકિસ્તાને આ મેચ 97 રને જીતી હતી.
- વર્ષ 1997માં બંને દેશો વચ્ચે રમાયેલી મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું.
- વર્ષ 2000માં પાકિસ્તાને આ મેચ 44 રને જીતી હતી.
- 2004માં પાકિસ્તાને 54 રનથી મેચ જીતી હતી.
- વર્ષ 2008માં પાકિસ્તાને આ મેચ 8 વિકેટે જીતી હતી.
- વર્ષ 2008માં ભારતે આ મેચ 6 વિકેટે જીતી હતી.
- વર્ષ 2010માં ભારતે આ મેચ 3 વિકેટે જીતી હતી.
- વર્ષ 2012માં ભારતે આ મેચ 6 વિકેટે જીતી હતી.
- વર્ષ 2014માં પાકિસ્તાને આ મેચ 1 વિકેટથી જીતી હતી.
- વર્ષ 2016માં ભારતે આ મેચ 5 વિકેટે જીતી હતી.
- વર્ષ 2018માં ભારતે આ મેચ 8 વિકેટે જીતી હતી.
- વર્ષ 2018માં ભારતે આ મેચ 9 વિકેટે જીતી હતી.
- વર્ષ 2022માં ભારતે આ મેચ 5 વિકેટે જીતી હતી.
- વર્ષ 2022માં પાકિસ્તાને આ મેચ 5 વિકેટે જીતી હતી.












Click it and Unblock the Notifications
