Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Ind Vs Pak : વિરાટ કોહલીના રેકોર્ડથી પાક ટીમમાં ભયનો માહોલ, જાણો આંકડા

Asia Cup 2023, Virat Kohli Record in Ind Vs Pak : જ્યારે પણ ભારત પાકિસ્તાન વચ્ચે મેચ હોય છે, ત્યારે ક્રિકેટપ્રેમીઓનો ઉત્સાહ એક અલગ લેવલ પર પહોંચી જાય છે. આ મેચની રાહ ભારત અને પાકિસ્તાનના ફેન્સ સાથે સાથે સમગ્ર દનિયાના ક્રિકેટ પ્રેમીઓ પણ જોતા હોય છે.

અત્રે નોંધનીય બાબત છે કે, એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરના રોજ મેચ યોજાશે. આ મેચમાં તમામની નજર ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પર રહેશે.

virat kohli

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે T20 વર્લ્ડ કપ 2022માં મેલબોર્ન ગ્રાઉન્ડ પર વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે બેટ વડે જે શાનદાર પરાક્રમ કર્યું હતું, તેને પાકિસ્તાનની ટીમ પણ ભૂલી શકી નથી.

આવી સ્થિતિમાં ફરી એકવાર કિંગ કોહલીનું બેટ પાકિસ્તાન સામે જોરદાર ગડગડાટ કરતું જોવા મળી શકે છે. આ વખતે એશિયા કપ ODI ફોર્મેટમાં રમાઈ રહ્યો છે. આ ફોર્મેટમાં કિંગ કોહલીનો પાકિસ્તાન સામે કેવો રેકોર્ડ રહ્યો છે, તે વિશે આ અહેવાલમાં જાણીશું.

IND vs PAK : ગયા વર્ષે T20 વર્લ્ડ કપની મેચમાં વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા વચ્ચે 113 રનની પાર્ટનરશીપ થઈ હતી. સ્ટેન્ડ હોવા છતાં, ભારત બેકફૂટ પર હતું, પરંતુ કિંગ કોહલીના 53 બોલમાં અણનમ 82 રન ટીમને જીત તરફ લઈ ગયા હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે પલ્લેકલેમાં ફરી એક વાર એવું જ જોવા મળશે.

ODI Asia Cup 2023 : ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ એશિયા કપમાં અત્યાર સુધી પાકિસ્તાન વિરૂદ્ધ ODI ફોર્મેટમાં ત્રણ મેચ રમી છે. આ ત્રણ મેચમાં તેણે 68.66ની એવરેજથી 206 રન બનાવ્યા છે.

2012માં મીરપુર ખાતે રમવામાં આવેલી મેચમાં કોહલીએ 148 બોલમાં 183 રન બનાવ્યા હતા, જેમાં 22 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થતો હતો અને ટીમ ઈન્ડિયાએ 330 રનનો પીછો કરતા 47.5 ઓવરમાં 6 વિકેટે આ રમત જીતી લીધી હતી.

Asia Cup માં પાકિસ્તાન સામેની તેની બાકીની બે ODI ઇનિંગ્સમાં કોહલીએ 2010માં દામ્બુલામાં 18 રન અને 2014માં 5 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી એશિયા કપમાં ODI ફોર્મેટમાં 11 મેચ રમી છે, જેમાં ત્રણ સદી સાથે 61.30 ની સરેરાશથી 613 રન બનાવ્યા છે.

Asia Cup (T20 ફોર્મેટ) માં ind vs pak માં વિરાટ કોહલીનું પ્રદર્શન - વિરાટ કોહલી એશિયા કપમાં ટી-20 ફોર્મેટમાં પાકિસ્તાન સામે ત્રણ મેચ પણ રમી ચૂક્યો છે. આ ત્રણ મેચમાં કોહલીએ 48ની એવરેજથી 144 રન બનાવ્યા છે.

વિરાટ કોહલીએ 2016માં મીરપુરમાં રમવામાં આવેલી મેચમાં 49 અને 2022માં 35 અને 60 રન બનાવ્યા હતા. એકંદરે ભૂતપૂર્વ ભારતીય સુકાનીએ એશિયામાં T20I ફોર્મેટમાં 10 મેચ રમી છે, અને 85.80 ની પ્રભાવશાળી સરેરાશથી 429 રન બનાવ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X