એશિઝમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો, WTC પોઈન્ટ ટેબલમાં ભારતને ઝટકો
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર રમાયેલી એશિઝ સિરીઝ 2025-26ની અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 4-1થી હરાવી સિરીઝ જીતી છે. આ જીત ઓસ્ટ્રેલિયાને એશિઝ ચેમ્પિયન બનાવવા ઉપરાંત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27ની પોઈન્ટ્સ ટેબલમાં પણ ખળભળાટ મચાવ્યો છે, જે ભારતીય ક્રિકેટ ચાહકો માટે ચિંતાજનક છે.

ઓસ્ટ્રેલિયન ટીમ ટેસ્ટ ક્રિકેટના ગોલ્ડન એરા માં છે. એશિઝમાં 4-1ની જીત બાદ તેનો વિજય ટકાવારી દર (PCT) વિક્રમી 87.5% પર પહોંચ્યો છે. આઠ મેચમાં સાત જીત સાથે WTC સ્ટેન્ડિંગ્સમાં ઓસ્ટ્રેલિયા ટોચના સ્થાને છે. નિષ્ણાતો માને છે કે તેઓ 2027 લોર્ડ્સ ફાઇનલ માટે ક્વોલિફાય કરનારી પ્રથમ ટીમ બનશે.
એશિઝના પરિણામોની ભારતીય ટીમના રેન્કિંગ પર સીધી અસર પડી છે. ટીમ ઇન્ડિયા 48.15 PCT સાથે પોઈન્ટ્સ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. ભારતે આ ચક્રમાં નવમાંથી ફક્ત ચાર મેચ જીતી, ચારમાં હાર અને એક ડ્રો રહી છે.
ઇંગ્લેન્ડ માટે એશિઝમાં 4-1ની કારમી હાર બાદ બેન સ્ટોક્સ અને બ્રેન્ડન મેક્કુલમની બેઝબોલ રણનીતિ પર સવાલો ઉઠયા છે. દસમાંથી છ હાર સાથે ઇંગ્લેન્ડ સાતમા સ્થાને છે. તેમનો PCT માત્ર 31.66 દર્શાવે છે કે તેઓ WTC ફાઇનલની રેસમાંથી લગભગ બહાર થયા છે.
WTC પોઈન્ટ્સ ટેબલ 2025-27 મુજબ, ઓસ્ટ્રેલિયા (87.5 PCT) પ્રથમ છે, ત્યારબાદ ન્યુઝીલેન્ડ (77.78 PCT) અને સાઉથ આફ્રિકા (75 PCT) આવે છે. ભારત (48.15 PCT) છઠ્ઠા જ્યારે ઇંગ્લેન્ડ (31.66 PCT) સાતમા સ્થાને છે.












Click it and Unblock the Notifications
