પ્રથમ બેટીંગ કરી RCBએ આપ્યું 145રનનુ આસાન લક્ષ્ય, ચેન્નાઇ જીતવા ઉતરશે મેદાને
ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની 44 મી મેચ આજે દુબઇમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. આરસીબીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 20 ઓવરમાં છ વિકેટે
ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની 44 મી મેચ આજે દુબઇમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. આરસીબીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 20 ઓવરમાં છ વિકેટે 145 રન બનાવ્યા. સીએસકેને જીતવા માટે 146 રન બનાવવાના રહેશે. આરસીબી તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ 50 રન બનાવ્યા જ્યારે એબી ડી વિલિયર્સે 39 રન બનાવ્યા. સીએસકે માટે, સેમ કુરાને ત્રણ ઓવરમાં 19 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. દિપક ચહરના ખાતામાં બે વિકેટ અને મિશેલ સેંટનરના ખાતામાં એક વિકેટ આવી હતી. સીએસકેના બોલરોએ સારી બોલિંગ કરી અને આરસીબીના બેટ્સમેનોને ખુલીને રમવાનો મોકો આપ્યો નહીં.

આ પણ વાંચો: IPL 2020 RCB vs CSK: કોહલીએ જીત્યો ટોસ, પ્રથમ બેટીંગ કરશે બેંગલોર












Click it and Unblock the Notifications
