રણજી ખેલાડીઓ માટે BCCI ની મોટી જાહેરાત, ખેલાડીઓ માટે નવી સ્કીમ જાહેર
બીસીસીઆઈએ રણજી ખેલાડીઓ માટે મોટી જાહેરાત કરી છે. બોર્ડે આવા ખેલાડીઓ માટે નવી સ્કીમ રજુ કરી છે.
BCCIએ દરેક સિઝનમાં 75 ટકા કે તેથી વધુ મેચ રમનારા ખેલાડીઓને પ્રતિ મેચ 45 લાખ રૂપિયાનું પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે. હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સિવાય BCCIએ રણજી ટ્રોફીમાં પણ ખેલાડીઓને પ્રોત્સાહન યોજના આપવાનો નિર્ણય કર્યો છે.

એમસીએના પ્રમુખ કાલેએ બીસીસીઆઈની ડોમેસ્ટિક ફીને મેચ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને રાજ્ય એકમની સર્વોચ્ચ કાઉન્સિલ દ્વારા સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યો.
કાલેએ કહ્યું કે, MCA આગામી સિઝનથી રણજી ટ્રોફી મેચો માટે દરેક ખેલાડીને વધારાની મેચ ફી ચૂકવશે. અમને લાગ્યું કે ખેલાડીઓએ વધુ કમાણી કરવી જોઈએ, ખાસ કરીને જેઓ રણજી ટ્રોફી ક્રિકેટ રમે છે. રેડ બોલનું ક્રિકેટ અમારા માટે ઘણું મહત્વ ધરાવે છે.
હાલ રણજી રમતા ખેલાડીઓને તેમના અનુભવ મુજબ રોજના 40 હજારથી 60 હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે. જે ખેલાડી એક સિઝનની તમામ 7 ગ્રુપ મેચમાં રમે છે તેને એક વર્ષમાં 11.2 લાખ રૂપિયા મળે છે. જો કે, આ રકમ IPLમાં રમનારા ખેલાડીઓ કરતાં ઓછી છે. IPLમાં ખેલાડીઓની બોલી 20 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે જો રણજી ટ્રોફીની ફી બમણી અથવા ત્રણ ગણી કરવામાં આવે તો ચોક્કસપણે ઘણા વધુ ખેલાડીઓ રણજી ટ્રોફી રમશે.
આ સાથે ઘણા ઓછા ખેલાડીઓ પોતાને રણજી ટ્રોફીથી દૂર રાખશે. જો ફી સારી હશે તો સ્વાભાવિક છે કે વધુને વધુ ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા આવશે.












Click it and Unblock the Notifications
