ભુવનેશ્વર કુમારે ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં બનાવ્યો રેકોર્ડ જે તોડવો અશક્ય
SL vs INDની બીજી ટી-20માં શ્રીલંકાએ ભારતને 4 વિકેટથી હારાવ્યું હતું. ભારતની પરાજય વચ્ચે પણ ભુવનેશ્વર કુમારે પોતાના નામે એક રેકોર્ડ નોંધાવી લીધો છે. ભુવીએ તેની ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં 50 વિકેટ પૂર્ણ કરી છે.
SL vs INDની બીજી ટી-20માં શ્રીલંકાએ ભારતને 4 વિકેટથી હારાવ્યું હતું. ભારતની પરાજય વચ્ચે પણ ભુવનેશ્વર કુમારે પોતાના નામે એક રેકોર્ડ નોંધાવી લીધો છે. ભુવીએ તેની ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં 50 વિકેટ પૂર્ણ કરી છે. ભુવી ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં 50 વિકેટ લેનારો ભારતનો ચોથો બોલર બની ગયો છે. જસપ્રિત બુમરાહ, અશ્વિન, યુઝવેન્દ્ર ચહલે ભુવનેશ્વર કુમાર પહેલા આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે.

ભુવી ભારતનો ટી -20 આંતરરાષ્ટ્રીય મેચમાં 50 વિકેટ પૂર્ણ કરનારો બીજો ઝડપી બોલર છે. ભુવીને શ્રીલંકા સામેની બીજી ટી -20માં 50મી વિકેટ મળી હતી. ભારત તરફથી ટી -20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ યુઝવેન્દ્ર ચહલના નામે છે. ચહલે કુલ 63 વિકેટ લીધી છે. આ ઉપરાંત બુમરાહે 59 વિકેટ અશ્વિને 52 વિકેટ ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં લીધી છે.
50મી મેચમાં લીધી 50મી વિકેટ
શ્રીલંકા સામેની પ્રથમ ટી 20માં ભુવીએ 4 વિકેટ લીધી હતી, પરંતુ બીજા ટી-20માં તેને ભાગે ફક્ત એક જ વિકેટ આવી હતી. ઉલ્લેખની છે કે, શ્રીલંકા સામેની બીજી ટી-20 મેચ એ ભુવીની 50મી ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ હતી. ભુવીએ પોતાની 50મી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 50 વિકેટ પૂર્ણ કરનારો વિશ્વનો એકમાત્ર બોલર બની ગયો છે.












Click it and Unblock the Notifications
